Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત

અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત

અમેરિકાથી એક ખૂબ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. હોટલમાં આગ લાગવાના કારણે એક જ પરિવારના 3 ગુજરાતી લોકોના મોત થયા છે. નડિયાદના એક જ પરીવારના ત્રણ લોકોના અમેરીકાના વુસ્ટરમા આવેલી ઈકોનો લોજમાં આગ લાગવા કારણે મોત થયા હતા. આ ઘટનામાં પતિ-પત્ની અને 20 વર્ષીય દિકરીનું મોત થયું છે. મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર તેમની પત્ની હિનાબેન તથા તેમની દિકરી ઈશાની છેલ્લા બે વર્ષથી અમેરિકામા સ્થાયી થયા હતા.

પરીવારના ત્રણેય લોકોના ગુંગળાઈ જવાથી મૃત્યુ થયા

જ્યાં તેઓ રહેતા હતા ત્યાં ઈકોનો લોજમા અચાનક આગ લાગી હતી. પરીવાર બચવા માટે બાથરૂમમા બંધ થઈ ગયો હતો. પરંતુ આગ પર કાબુ મેળવવામા સમય લાગતા પરીવારના ત્રણેય લોકોના ગુંગળાઈ જવાથી મૃત્યુ થયા હતા. અમેરીકાના વુસ્ટરમા આવેલી ઈકોનો લોજમાં આગને કાબુમાં લેવામાં અને બચાવ કામગીરી શરૂ કરવામાં સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન રૂમ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ગુંગળાઈ જવાથી મૃત્યુ થયા હતા.

અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે

આ દુ:ખદ અકસ્માતના સમાચાર ખેડા જિલ્લામાં મળતા પરિવારના સભ્યો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે શોકમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિક અધિકારીઓ હાલમાં હોટલમાં લાગેલી આગના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન પરિવારના સભ્યો મૃતકોના મૃતદેહોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા અંગે અધિકારીઓના સતત સંપર્કમાં છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita