Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

Asia Cup 2027 schedule: ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2027 ની તારીખો અને શેડ્યૂલને લઈને મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આગામી એશિયા કપ આવતા વર્ષે 18 જૂનથી શરૂ થશે અને તેની ફાઇનલ મેચ 4 જુલાઈએ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટની યજમાની બાંગ્લાદેશને સોંપવામાં આવી છે. વિશેષ વાત એ છે કે આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતે એશિયા કપ T20 ને બદલે 50 ઓવરના વનડે (ODI) ફોર્મેટમાં રમાડવામાં આવશે.

ક્યાં રમાશે મેચો અને કેમ બદલાયું ફોર્મેટ?

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટૂર્નામેન્ટની તૈયારીઓ અંગે બાંગ્લાદેશ પાસેથી જરૂરી માહિતી માંગી છે. એશિયા કપની મેચો મીરપુર, ચિત્તાગોંગ અને સિલહટના મેદાનો પર રમાય તેવી પૂરી શક્યતા છે. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ હતી, પરંતુ 2027 માં વનડે વર્લ્ડ કપ પણ યોજાવાનો હોવાથી, આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર સ્થળો અંગેનો અંતિમ નિર્ણય આગામી થોડા દિવસોમાં લેવાઈ શકે છે. અગાઉ 2025 નો એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાયો હતો, પરંતુ આ વખતે તેને જૂન-જુલાઈમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ 11 વર્ષ બાદ કરશે યજમાની

તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશે છેલ્લે 2016 માં એશિયા કપનું સફળ આયોજન કર્યું હતું. તે વર્ષે બાંગ્લાદેશની ટીમ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઈટલ મેચમાં ભારત સામે તેનો 8 વિકેટે પરાજય થયો હતો. તાજેતરમાં જ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર તમીમ ઇકબાલ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના નવા પ્રમુખ બન્યા છે. તેમના અધ્યક્ષપદ હેઠળ એશિયા કપ 2027 એ બાંગ્લાદેશ માટે આયોજિત થનારી પહેલી સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે, જે તેમના માટે એક મોટો પડકાર પણ છે.

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

ટીમ ઇન્ડિયાના પ્રવાસ અને સુરક્ષા અંગે અપડેટ

આ બધા વચ્ચે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ અને ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ ચર્ચાઓ તેજ છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહેમદના પુત્ર ઇબ્રાહિમે સ્પષ્ટ કર્યું છે કે ટૂર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને જો જરૂર પડશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાશે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે દ્વિપક્ષીય શ્રેણી અંગે હજુ સુધી કોઈ નક્કર કે સકારાત્મક પરિણામ મળી શક્યું નથી.

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita