Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate: આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,59,530 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,46,230 પ્રતિ 10 ગ્રામ છે.

દેશમાં આજે સોનાના ભાવમાં હળવો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે એટલે કે 3 જૂને થયેલા મોટા ઘટાડા બાદ આજે સવારે MCXના પ્રારંભિક વાયદા કારોબારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ રિટેલ બજારમાં કિંમતો હજુ પણ તેમની ઉચ્ચ સપાટીની સરખામણીએ નીચી જ છે.

આજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે ₹1,56,360થી ₹1,59,380 વચ્ચે છે. જ્યારે દાગીના બનાવવા માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,100થી ₹1,46,340ની આસપાસ નોંધાયો છે.

આજે સોનાના ભાવ કેમ ઘટ્યાં?

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતા વધી છે. જો આ તણાવ વધુ વધશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવી શકે છે, જેના કારણે મોંઘવારી વધવાનો ભય છે. મોંઘવારી વધે તો અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક વ્યાજદર ઊંચા રાખી શકે છે. વ્યાજદર વધવાથી રોકાણકારો સોનાની જગ્યાએ બેંક બોન્ડ્સ અથવા અન્ય સરકારી યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે સોનામાં વ્યાજ કે ડિવિડેન્ડ મળતો નથી. પરિણામે સોનાની માંગ ઘટે છે અને ભાવમાં ઘટાડો થાય છે.

ચાંદીના ભાવ
ગઈકાલે 3 જૂને દેશના સરાફા બજારોમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹3,000થી ₹4,500 સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે સવારે MCXના જુલાઈ ફ્યુચર્સમાં ચાંદીના ભાવમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. ભાવ ₹2,64,060થી ₹2,76,598 પ્રતિ કિલોગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

" target="_self">

વિવિધ શહેરના આજના સોનાના ભાવ

શહેર24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
નોઈડા₹1,56,360₹1,43,340
મુંબઈ₹1,59,380₹1,46,100
કોલકાતા₹1,59,380₹1,46,100
ચેન્નાઈ₹1,61,240₹1,47,800
બેંગલુરુ₹1,59,380₹1,46,100
હૈદરાબાદ₹1,59,380₹1,46,100
અમદાવાદ₹1,59,430₹1,46,150
લખનૌ₹1,59,530₹1,46,230
જયપુર₹1,59,530₹1,46,23

મેકિંગ ચાર્જ અને 3% GST વગર 999 શુદ્ધતાવાળી ચાંદીના આજેના ભાવ આ મુજબ છે:

નોઈડા અને ગાઝિયાબાદ: ₹2,79,900 પ્રતિ કિલોગ્રામ
દિલ્હી: ₹2,96,900 પ્રતિ કિલોગ્રામ
મુંબઈ: ₹2,95,900 પ્રતિ કિલોગ્રામ
ચેન્નાઈ: ₹3,02,900 પ્રતિ કિલોગ્રામ
હૈદરાબાદ: ₹3,05,900 પ્રતિ કિલોગ્રામ

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita