Dailyhunt
Gujarat Weather Update: રાજ્યમાં  ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

Gujarat Weather Update: ગુજરાતમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. ખેડૂતોની ચિંતા વધારતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 એપ્રિલથી રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ રાજ્યમાં 3 એપ્રિલથી આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. 3થી10 એપ્રિલ વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે.

3થી6 એપ્રિલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડશે, 7થી10 એપ્રિલ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, કમોસમવી વરસાદ પડે તે પહેલા પવનની ગતિ પણ વધશે,. સૌરાષ્ટ્રમાં 40થી50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે. જો કે
26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ખેડૂતોના માથે હજુ બે દિવસ બરબાદીનું સંકટ છે. રાજ્યમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે માવઠાનું અનુમાન છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાવ-થરાદ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. થરાદ,લાખણી સહિતના તાલુકામાં વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. પોરબંદરના વાતાવરણમાં પણ પલટો આવતા અહીં
પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. બરડા પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાને કારણે પોરબંદર જિલ્લાના ખેડૂતો ચિંતિત મૂકાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. કલ્યાણપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. ઓખા,મીઠાપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita