Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Heavy Rain Photos: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઓરંગા નદી થઇ બે કાંઠે, નવસારી-વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત

Heavy Rain Photos: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઓરંગા નદી થઇ બે કાંઠે, નવસારી-વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત

 South Gujarat Heavy Rain Photos: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. સુરક્ષિતતાના પગલારૂપે નવસારી, સુરત, વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં આંગણવાડી, શાળાઓ, કોલેજો તેમજ ITIમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.

વહેલી સવારથી જ શરૂ થયેલા વીજળીના કડાકા અને તીવ્ર પવન સાથેના ધોધમાર વરસાદે સમગ્ર પંથકને જળબંબોળ કરી દીધો છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને વાહનવ્યવહારને ભારે વ્યાપક અસર પહોંચી છે.

નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ અંધારપટ છવાયો હતો અને વીજળીના કડાકા-ભડાકા તથા ભારે પવન સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો જેવા કે ધાનેરા પોઈન્ટ અને સ્ટેશન રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા નવસારી જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને વાપીમાં પણ શૈક્ષણિક કાર્ય સ્થગિત કરાયું છે.

ભારે વરસાદના કારણે વલસાડ નેશનલ હાઈવેની સ્થિતિ નાજુક બની છે. સુરત તરફ જતા સર્વિસ રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. હાઈવે પર પાણી ફરી વળતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ છે.

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તાર ગણાતા ધરમપુર અને કપરાડામાં આકાશી આફત વરસતા સ્થાનિક નદીઓમાં પાણીની ઘોડાપૂર જેવી આવક થઈ છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વલસાડની જીવાદોરી સમાન ઓરંગા નદી અને વાંકી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થતાં આજુબાજુના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

પૂર જેવી સ્થિતિ અને કોઝવે પર પાણી ફરી વળવાના કારણે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા અંદાજે 64 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita