Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી  જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ

India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ

India Post GDS Recruitment 2026:India Post GDS Recruitment 2026: સંચાર મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સે Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-II, July 2026 માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ 25,000થી વધુ જગ્યાઓ પર Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevakની ભરતી કરવામાં આવશે.

ભરતીની નોટિફિકેશન Advertisement Number 17-12/2026-GDS હેઠળ 27 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ દેશના અલગ-અલગ પોસ્ટલ સર્કલ અને ડિવિઝનમાં છે.

વન-ટાઇમ રજિસ્ટ્રેશન 31 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી અને ફી ભરવાની પ્રક્રિયા 2 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. ઉમેદવારો 21 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકશે.

ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સર્કલ પ્રમાણે ઉપલબ્ધ જગ્યાઓ, સ્થાનિક ભાષાની જરૂરિયાત અને પાત્રતાની શરતો તપાસી લેવી જોઈએ.

India Post GDS Recruitment 2026: મહત્વની તારીખો
નોટિફિકેશન: 27 ઓગસ્ટ, 2026
વન-ટાઇમ રજિસ્ટ્રેશન: 31 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર, 2026, સાંજે 5 વાગ્યા સુધી
ઓનલાઈન અરજી અને ફી ચુકવણી: 2 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર, 2026, સાંજે 5 વાગ્યા સુધી
કરેકશન વિન્ડો: 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર, 2026, સાંજે 5 વાગ્યા સુધી

અરજીઓ માત્ર સત્તાવાર GDS Online Engagement Portal દ્વારા જ સ્વીકારવામાં આવશે.

India Post GDS Recruitment 2026: વેકેન્સીની વિગતો

આ ભરતી અભિયાન હેઠળ પોસ્ટલ સર્કલમાં 25,000થી વધુ GDS જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં નીચેની પોસ્ટનો સમાવેશ થાય છે:

Branch Postmaster (BPM)
Assistant Branch Postmaster (ABPM)
Dak Sevak

સર્કલ અને ડિવિઝન પ્રમાણે જગ્યાઓની વિગત નોટિફિકેશનના Annexure-Iમાં આપવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની પસંદગીના સર્કલમાં ઉપલબ્ધ જગ્યાઓ તપાસવી જોઈએ.

India Post GDS Recruitment 2026: પાત્રતા

ઉંમર મર્યાદા:

લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 40 વર્ષ
ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે.

વયમાં છૂટછાટ:

SC/ST: 5 વર્ષ
OBC: 3 વર્ષ
EWS: કોઈ છૂટછાટ નહીં
PwBD: 10 વર્ષ
PwBD + OBC: 13 વર્ષ
PwBD + SC/ST: 15 વર્ષ

શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
ગણિત અને અંગ્રેજીમાં પાસ થવું ફરજિયાત છે.
ઉમેદવારે ધોરણ 10 સુધી નિર્ધારિત સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
કમ્પ્યુટર ચલાવવાનું જ્ઞાન જરૂરી છે.
સાઇકલ ચલાવવાનું જ્ઞાન હોવું જરૂરી છે.

અરુણાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ અને નાગાલેન્ડમાં GDS પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો માટે નોટિફિકેશનમાં સ્થાનિક ભાષા અંગેની વિશેષ જોગવાઈઓ પણ આપવામાં આવી છે.

India Post GDS 2026: અરજી કરવાની રીત

ઉમેદવારો સત્તાવાર GDS ભરતી પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

સ્ટેપ 1: સત્તાવાર India Post GDS Online Engagement Portalની મુલાકાત લો.

સ્ટેપ 2: જરૂરી વિગતો સાથે વન-ટાઇમ રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.

સ્ટેપ 3: લોગિન કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.

સ્ટેપ 4: ધોરણ 10ની માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો ભરો.

સ્ટેપ 5: નિર્ધારિત ફોર્મેટમાં તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરો.

સ્ટેપ 6: લાગુ પડતી પસંદગીની પોસ્ટ અને જગ્યાઓ પસંદ કરો.

સ્ટેપ 7: લાગુ પડતી હોય તો અરજી ફી ભરો.

સ્ટેપ 8: ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો ધ્યાનપૂર્વક તપાસો.

સ્ટેપ 9: અરજી સબમિટ કરીને તેની કોપી સેવ અથવા ડાઉનલોડ કરી લો.

ઉમેદવારને માત્ર એક જ રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી છે. એકથી વધુ અથવા ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન/અરજી કરવી પ્રતિબંધિત છે અને તેના કારણે ઉમેદવારી રદ થઈ શકે છે.

India Post GDS Recruitment 2026: પસંદગી પ્રક્રિયા

GDS પોસ્ટ માટે પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

ધોરણ 10ની માધ્યમિક પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે સિસ્ટમ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયામાં સામેલ છે:

ધોરણ 10ના ગુણના આધારે મેરિટ લિસ્ટ
ઉમેદવારોનું શોર્ટલિસ્ટિંગ
મૂળ દસ્તાવેજોની ફિઝિકલ વેરિફિકેશન
પ્રી-એન્ગેજમેન્ટ પ્રક્રિયા
પ્રોવિઝનલ એન્ગેજમેન્ટ અને ત્યારબાદ અંતિમ ચકાસણી

મેરિટ ધોરણ 10ની ટકાવારીના આધારે નક્કી થશે. ટકાવારીની ગણતરી ચાર દશાંશ સુધી કરવામાં આવશે.

જે ઉમેદવારોની માર્કશીટમાં માત્ર ગ્રેડ અથવા ગ્રેડ પોઇન્ટ આપવામાં આવ્યા છે, તેમના માટે વિભાગ દ્વારા નિર્ધારિત રૂપાંતરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. લાગુ પડતા કિસ્સામાં ગ્રેડ/પોઇન્ટને ગુણમાં રૂપાંતરિત કરવા માટે 9.5ના ગુણાકારકનો ઉપયોગ કરવામાં આવશે.

શોર્ટલિસ્ટ થયા બાદ શું થશે?

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પરિણામ અને દસ્તાવેજ ચકાસણી અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. ઉમેદવારોએ GDS Online Engagement Portal પર પણ નિયમિત રીતે અપડેટ તપાસતા રહેવું પડશે.

શોર્ટલિસ્ટ થયા બાદ 15 દિવસની અંદર નિયુક્ત અધિકારી સમક્ષ દસ્તાવેજોની ફિઝિકલ વેરિફિકેશન માટે હાજર થવું પડશે.

ઉમેદવારોએ મૂળ દસ્તાવેજો સાથે તેમની સ્વ-પ્રમાણિત ફોટોકોપીની બે સેટ લાવવાની રહેશે, જેમાં સામેલ છે:

ક્યાં ડોકયુમેન્ટસ જોઇશે

ધોરણ 10ની માર્કશીટ

ઓળખનો પુરાવો

લાગુ પડતો હોય તો જાતિ પ્રમાણપત્ર

લાગુ પડતો હોય તો PwBD પ્રમાણપત્ર

લાગુ પડતો હોય તો EWS પ્રમાણપત્ર

લાગુ પડતો હોય તો ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર

જન્મતારીખનો પુરાવો

સરકારી આરોગ્ય કેન્દ્રનું મેડિકલ સર્ટિફિકેટ

જ્યાં જરૂરી હોય ત્યાં નિર્ધારિત સ્થાનિક/આદિવાસી ભાષાનું પ્રમાણપત્ર

દસ્તાવેજોની સફળ ચકાસણી બાદ સિસ્ટમ દ્વારા પ્રોવિઝનલ એન્ગેજમેન્ટ ઓફર જાહેર કરવામાં આવશે.

પસંદ થયેલા ઉમેદવારોને પ્રી-એન્ગેજમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 દિવસનો સમય મળશે. તેમાં નિર્ધારિત બેઝિક ટ્રેનિંગ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

India Post GDS Recruitment 2026: પગાર

GDS કર્મચારીઓને Time Related Continuity Allowance (TRCA) સિસ્ટમ હેઠળ ચૂકવણી કરવામાં આવે છે.

BPM: ₹12,000થી ₹29,380

ABPM/Dak Sevak: ₹10,000થી ₹24,470

લાગુ પડતી શરતોને આધિન TRCAમાં દર વર્ષે 3 ટકાનો વધારો કરવામાં આવે છે. GDS કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને GDS નિયમો હેઠળ અન્ય કેટલાક લાભ પણ મળે છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે GDS કર્મચારીઓ નિયમિત કેન્દ્રીય સરકારી કર્મચારીઓ નથી. તેમની સેવા શરતો અને હક Gramin Dak Sevaks (Conduct and Engagement) Rules, 2020 હેઠળ નિયંત્રિત થાય છે.

India Post GDS Recruitment 2026: Job Profile

Branch Postmaster (BPM):
BPMની જવાબદારીમાં Branch Post Officeનું દૈનિક સંચાલન અને પોસ્ટલ કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહક સેવા, પોસ્ટલ પ્રોડક્ટ્સ અને સેવાઓનું માર્કેટિંગ તથા India Post Payments Bankની કામગીરી પણ સંભાળવાની હોય છે.

પસંદ થયેલા BPM ઉમેદવારે પોતાના ખર્ચે Branch Post Office માટે યોગ્ય જગ્યાની વ્યવસ્થા કરવાની રહેશે અને પોસ્ટ ગામમાં રહેવું ફરજિયાત છે.

Assistant Branch Postmaster (ABPM):
ABPM, BPMને પોસ્ટલ કામગીરીમાં મદદ કરે છે. તેની જવાબદારીઓમાં ટિકિટ અને સ્ટેશનરીનું વેચાણ, ટપાલ પહોંચાડવી, IPPB ટ્રાન્ઝેક્શન અને ગ્રાહક સેવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે.

Dak Sevak:
Dak Sevak પોસ્ટ ઓફિસ, સોર્ટિંગ ઓફિસ, મેઈલ ઓફિસ, ટ્રાન્ઝિટ મેઈલ ઓફિસ અને ડિલિવરી સેન્ટરમાં કામ કરી શકે છે. તેની કામગીરીમાં ટપાલનું સંચાલન, પત્રો અને પાર્સલની ડિલિવરી, ટિકિટ અને સ્ટેશનરીનું વેચાણ, IPPB ટ્રાન્ઝેક્શન અને પોસ્ટ ઓફિસની કામગીરીમાં મદદ કરવાનો સમાવેશ થઈ શકે છે.

ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ

વિભાગે ઉમેદવારોને ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવાની સલાહ આપી છે. અરજીની છેલ્લી તારીખ બાદ 23 અને 24 સપ્ટેમ્બરે બે દિવસની કરેકશન વિન્ડો ઉપલબ્ધ રહેશે.

ઉમેદવારોએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે ધોરણ 10ની માર્કશીટમાં દર્શાવેલ નામ અને જન્મતારીખ સહિતની વિગતો યોગ્ય હોય.

ખોટી અથવા અધૂરી માહિતી ધરાવતી અરજીઓ તેમજ અસ્પષ્ટ ફોટોગ્રાફ અથવા સહી ધરાવતી અરજીઓ રદ થઈ શકે છે.

વિભાગ ઉમેદવારોને પસંદગી અંગે કોઈ ફોન કરશે નહીં. ઉમેદવારોએ માત્ર સત્તાવાર GDS પોર્ટલ અને નિયુક્ત અધિકારીઓ તરફથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. અજાણ્યા ફોન કરનાર વ્યક્તિ સાથે રજિસ્ટ્રેશનની વિગતો અથવા વ્યક્તિગત માહિતી શેર ન કરવી.

આ ભરતી પ્રક્રિયા 31 ડિસેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ કોઈ વધુ શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં. જોકે, વિભાગ દ્વારા કોઈ ફેરફાર અથવા સમયમર્યાદામાં વધારો કરવામાં આવે તો તે લાગુ પડશે.

Author : એબીપી અસ્મિતા વેબ ટીમ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita