Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ

Jio, Airtel અને Vi ના ગ્રાહકોને મોટો ઝટકો! પ્રીપેડ રિચાર્જ પ્લાન મોંઘા થશે, જાણો કારણ

Telecom tariff hike 2026: આજના સમયમાં સ્માર્ટફોન આપણા સૌના જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે, પરંતુ તેની સાથે જોડાયેલા મોંઘા રિચાર્જ પ્લાન સામાન્ય માણસ માટે હંમેશાં ચિંતાનો વિષય રહ્યા છે. દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ - Jio, Airtel અને Vi (વોડાફોન-આઇડિયા) પોતાના કરોડો વપરાશકર્તાઓને એક મોટો ફટકો આપવાની તૈયારી કરી રહી છે. આગામી સમયમાં આ કંપનીઓ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમતોમાં 15 ટકા સુધીનો તોતિંગ વધારો કરી શકે છે.

ચાલો સરળ શબ્દોમાં સમજીએ કે આ ભાવ વધારો કેમ થઈ રહ્યો છે અને તેની તમારા ખિસ્સા પર શું અસર પડશે.

રિચાર્જ પ્લાન કેટલા મોંઘા થશે અને કેમ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણેય મોટી ટેલિકોમ કંપનીઓ તેમના પ્રીપેડ રિચાર્જ પ્લાનના ભાવમાં 15% સુધીનો વધારો કરી શકે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટના વપરાશમાં અધધ વધારો નોંધાયો છે. જોકે, આમ છતાં કંપનીઓની 'પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક' (ARPU - Average Revenue Per User) તેમની અપેક્ષા મુજબ વધી નથી. આથી, પોતાની આવક અને નફાને સરભર કરવા માટે કંપનીઓએ હવે સીધો બોજો સામાન્ય જનતા પર નાખવાનો નિર્ણય લીધો છે.

છેલ્લે ક્યારે વધ્યા હતા ભાવ?

તમને યાદ અપાવી દઈએ કે, આ ટેલિકોમ કંપનીઓએ છેલ્લે વર્ષ 2024 માં તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. છેલ્લા બે વર્ષથી ભાવ સ્થિર હતા, પરંતુ ઇન્ટરનેટનો વપરાશ સતત વધવા છતાં કંપનીઓને પ્રતિ યુઝર ધારી કમાણી ન થતાં હવે ફરીથી આ નવો ભાવ વધારો ઝીંકવાની નોબત આવી છે.

Jio અને Airtel કરતા ઘણો સસ્તો છે BSNLનો આ પ્લાન; અનલિમિટેડ કૉલિંગ સાથે મળશે રોજ 2GB ડેટા

શું બધા જ પ્લાન મોંઘા થઈ જશે?

આ વધારાની સૌથી વધુ અસર પ્રીપેડ રિચાર્જ પ્લાન, ખાસ કરીને દૈનિક ડેટા પેક (Daily Data Pack) અને અનલિમિટેડ કોલિંગ પ્લાન પર પડવાની સંભાવના છે. જોકે, ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે કંપનીઓ કદાચ બધા જ પ્લાન મોંઘા કરવાને બદલે એક નવું પ્રાઇસિંગ મોડેલ લાવી શકે છે:

વધુ ડેટા વાપરનારાઓને નુકસાન: જે યુઝર્સ વધુ ઇન્ટરનેટ (હાઈ ડેટા) વાપરે છે, તેમણે હવે પોતાના પ્લાન માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે.

ઓછા ડેટા યુઝર્સને રાહત: જો આ નવું મોડેલ લાગુ થશે, તો ઓછો ડેટા વાપરતા ગ્રાહકોને કદાચ આ ભાવ વધારાની સીધી અસર નહીં થાય.

ગ્રાહકોએ અત્યારે શું કરવું જોઈએ?

જો આવનારા મહિનાઓમાં આ ભાવ વધારો લાગુ થશે, તો તમારા રેગ્યુલર પ્લાન સ્વાભાવિક રીતે મોંઘા થઈ જશે. જે ગ્રાહકોના લાંબા ગાળાના (Long-term) પ્લાનની વેલિડિટી ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે, તેમણે નવો ભાવ વધારો લાગુ થાય તે પહેલાં જ નવું એડવાન્સ રિચાર્જ કરાવી લેવું જોઈએ. આ સ્માર્ટ પગલું તમને આગામી મહિનાઓ માટે મોંઘવારીથી બચાવી શકશે.

જોકે, ટેલિકોમ કંપનીઓએ હજુ સુધી આ ભાવ વધારો ચોક્કસ કઈ તારીખથી લાગુ થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. છતાં, ગ્રાહકોએ સાવચેત રહીને પોતાના રિચાર્જનું અગાઉથી આયોજન કરી લેવું હિતાવહ છે.

Jio, Airtel અને BSNL એ એકસાથે રમી આ ચાલ? તમારા પ્રીપેડ પ્લાનમાં થઈ ગયા મોંઘા, જાણો વિગતે

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita