Dailyhunt
kiara advani:કિયારા અડવાણીએ રેડ હાઈ સ્લીટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ,જુઓ તસવીરો

kiara advani:કિયારા અડવાણીએ રેડ હાઈ સ્લીટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ,જુઓ તસવીરો

 kiara advani pics: હોલીવૂડ ફિલ્મ "ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2" આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ પહેલા મુંબઈમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં ઘણા ગ્લેમરસ બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણીએ પણ આ ઇવેન્ટમાં અનોખા અને સ્ટાઇલિશ લુકમાં એન્ટ્રી કરી હતી.
 કિયારા અડવાણી રેડ હાઈ સ્લીટ ડ્રેસમાં જોવા મળી હતી.

જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકોને અભિનેત્રીનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ સ્ક્રીનિંગમાં ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા પરંતુ કિયારાના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું. આ સ્ક્રીનિંગમાં કિયારાએ રેડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. ચાહકોને કિયારાએ આ લૂકથી દિવાના બનાવ્યા છે.

અભિનેત્રી આ રેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. ફેન્સને અભિનેત્રીનો આ સ્ટાઇલિશ રેડ લૂક પસંદ આવ્યો છે. તેની હીલ્સ અભિનેત્રીના ડ્રેસને ખૂબ જ શાહી અંદાજ આપી રહી છે.

અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે. ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી તેના લૂકના વખાણ કરી રહ્યા છે.

કિયારા અડવાણી એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. 2014 માં 'ફગલી'થી ડેબ્યૂ કર્યા બાદ તેણે 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' 'કબીર સિંહ' અને 'શેરશાહ' જેવી હિટ ફિલ્મો આપી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita