Dailyhunt
મુંબઈ ઈન્ડિયન્સની 8 મેચમાં માત્ર 2 જીત,  હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે, જાણો સમીકરણ

મુંબઈ ઈન્ડિયન્સની 8 મેચમાં માત્ર 2 જીત, હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે, જાણો સમીકરણ

Mumbai Indians Playoff Qualification Chances: IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમના નેતૃત્વમાં MI ટીમ આ સિઝનમાં આઠ મેચમાંથી ફક્ત બે જીત મેળવી શકી છે. IPL 2026 પોઈન્ટ ટેબલમાં મુંબઈ નવમા ક્રમે છે. IPL 2026 ની શરુઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

મુંબઈની અડધાથી વધુ મેચ લીગ સ્ટેજમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું IPL 2026 માંથી તેમનું બહાર થવું માત્ર એક ઔપચારિકતા છે કે શું તેમની પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફ સંભાવનાઓનું સંપૂર્ણ સમીકરણો અહીં છે.

શું હજુ પણ પ્લેઓફ માટે કોઈ આશા છે?

મુંબઈ ઈન્ડિયન્સે આઠ મેચ રમી છે અને બે જીત પછી તેમના ચાર પોઈન્ટ છે. સત્ય એ છે કે MI હજુ પણ સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે, પરંતુ સમસ્યા એ છે કે તેમને તેમની બાકીની બધી મેચ જીતવી પડશે. MI પાસે લીગ સ્ટેજમાં છ મેચ બાકી છે અને આ બધી મેચ જીતીને મુંબઈ હજુ પણ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

16 પોઈન્ટ એ એક માપદંડ છે જે પ્લેઓફ ક્વોલિફિકેશનની ખાતરી આપે છે. જો તેઓ આગામી બધી મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચવા માંગે છે તો હાર્દિક પંડ્યા અને તેના ખેલાડીઓએ એકજૂટ થઈ રમવું પડશે.

એક પણ હારનો અર્થ બહાર થઈ જશે!

મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન ફોર્મને ધ્યાનમાં લેતા બધી છ મેચ જીતવી એક મુશ્કેલ કાર્ય હશે. ધારો કે મુંબઈ તેમની આગામી છ મેચમાંથી પાંચ જીતે છે તો તેમના કુલ પોઈન્ટ વધીને 14 થશે. શું આવી સ્થિતિમાં પણ મુંબઈ અંતિમ ચારમાં સ્થાન મેળવી શકે છે?

- IPLમાં LSG નથી આપી રહી મોકો, હવે આ લીગમાં રમતો જોવા મળશે અર્જુન તેંડુલકર, BCCI એ આપી પરવાનગી

હા, મુંબઈ હજુ પણ તેમની આગામી છ મેચમાંથી પાંચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે, પરંતુ તે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેશે. પ્રથમ, મુંબઈએ તેમનો નેટ રન રેટ સુધારવાની જરૂર પડશે, જે હાલમાં -0.784 છે. આવી સ્થિતિમાં, મુંબઈએ આશા રાખવી પડશે કે જો કોઈ અન્ય ટીમ 14 પોઈન્ટ સુધી પહોંચે છે તો તેનો નેટ રન રેટ મુંબઈ કરતા ઓછો હશે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita