Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

Kavya Maran Wedding: આઈપીએલ (IPL) ની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની CEO કાવ્યા મારનના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર સાથે તેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અચાનક કાવ્યાના લગ્નની વાતો ક્યાંથી શરૂ થઈ? તો ચાલો જાણીએ કે આખો મામલો શું છે.

વાસ્તવમાં, અનિરુદ્ધના અંકલ અને જાણીતા અભિનેતા વાય જી મહેન્દ્રએ કાવ્યા અને અનિરુદ્ધના લગ્ન અંગે વાત કરી છે. KPTV ને આપેલા ઇન્ટરવ્યુમાં વાય જી મહેન્દ્રને જ્યારે અનિરુદ્ધના લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું, "અનિરુદ્ધ ખૂબ જ સમજદાર છોકરો છે. મને મળેલી માહિતી મુજબ, કાવ્યા મારન સાથે તેના લગ્ન લગભગ નક્કી થઈ ગયા છે. તે ખૂબ જ મોટા પરિવાર સાથે જોડાવા જઈ રહ્યો છે. હું આ અવસરે તેને અભિનંદન આપવા માંગુ છું."

...વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો

કાવ્યા મારનને લઈને શું બોલ્યા વાય જી મહેન્દ્ર?

અભિનેતાએ કાવ્યા મારન વિશે વાત કરતા કહ્યું, "કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી. તેનામાં આટલી મોટી આઈપીએલ ટીમ સંભાળવાની ક્ષમતા છે. તેને બિઝનેસના ગુણો પિતા પાસેથી વારસામાં મળ્યા છે. બંનેની જોડી ખૂબ જ સરસ છે. બંનેએ સાથે મળીને મ્યુઝિકલ બિઝનેસ ક્ષેત્રે હાથ અજમાવવો જોઈએ."

ક્યારે અને ક્યાં થશે લગ્ન?

હવે જો તમારા મનમાં પણ એવો સવાલ ઉઠી રહ્યો હોય કે કાવ્યા અને અનિરુદ્ધના લગ્ન ક્યારે અને ક્યાં થશે? તો તમને જણાવી દઈએ કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર કે પાકી માહિતી સામે આવી નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ બંને ક્યારે લગ્નના બંધનમાં બંધાય છે.

પહેલા પણ જોડાઈ ચૂક્યું છે બંનેનું નામ

આ પહેલા પણ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ આવી ચૂકી છે. જો કે, તે સમયે બંને તરફથી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી અને મૌન જાળવી રાખવામાં આવ્યું હતું. લગ્નની આ નવી ચર્ચા પર પણ બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં રેડિટ (Reddit) પર વાયરલ થયેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને છેલ્લા અંદાજે 1 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita