Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nepal Flash Floods :  નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ

Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ

Nepal Flash Floods : નેપાળમાં કુદરતી આફતે 207 લોકોના જીવ લીધા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે તો 500થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ગુજરાતના 12 લોકો પણ સંપર્ક વિહોણા હોવાનો અહેવાલ મળ્યો છે. નેપાળના જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા છે. જેમાં અમદાવાદના 3, આણંદના 2 વ્યકિત સંપર્ક વલસાડ અને રાજકોટના 1-1 ઉપરાંત સુરતના 3 લોકોનો હજુ નથી થઈ શક્યો સંપર્ક થઇ શક્યો નથી.

પાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલને મોટી તબાહી મચી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 162 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો બીજી તરફ અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. મળતી માહિતી પ્રમાણે 800 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. નેપાળમાં અચાનક આવેલ પૂર બાદ સેંકડો પ્રવાસીઓ પણ લાપતા થયાની માહિતી સામે આવી છે. આ અંગે નેપાળના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે ભારતના લગભગ 300 લોકો લાપતા છે. લાપતા ભારતીયોમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ઘણા શ્રદ્ધાળુઓ પણ સામેલ હોવાની વાત સામે આવી છે. આ સિવાય અનેક લોકો નેપાળના અલગ-અલગ ભાગોમાં ફસાયેલા છે.

કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ભારતીયોનો સંપર્ક તૂટ્યો

આ અંગે સામે આવેલી માહિતી અનુસાર લાપતા ભારતીયોમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે. પ્રભાવિત વિસ્તારોમાં મોબાઈલ અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ઠપ થઈ જવાથી યાત્રીઓની સાચી સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે. તો બીજી તરફ ભારતીય દૂતાવાસ અને રાજ્ય સરકારો પોતાના નાગરિકોની માહિતી મેળવવા અને પરિવારોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.

તમિલનાડુના 37 પ્રવાસીઓની કોઈ ભાળ મળી નથી
તમિલનાડુથી નેપાળ ગયેલા 57 પ્રવાસીઓમાંથી 37 લોકોની કોઈ માહિતી મળી નથી, જ્યારે 20 લોકો સાથે સંપર્ક થઈ ચૂક્યો છે. આ દરમિયાન ઈશા ફાઉન્ડેશને જણાવ્યું કે તેના 77 સભ્યો એક ઈમિગ્રેશન સેન્ટર પર હાજર હતા અને હાલમાં તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. સંસ્થાના જણાવ્યા અનુસાર તેના 495 લોકો સુરક્ષિત રીતે પરત ફરી ચૂક્યા છે. તો નેપાળ સરકારે પણ જણાવ્યું છે કે, જે ઈમિગ્રેશન સેન્ટરમાં આ લોકો હાજર હતા, ત્યાંનો આખો સ્ટાફ પણ સંપર્કની બહાર છે.

મહારાષ્ટ્ર અને કેરળના યાત્રીઓ પણ ગુમ

મહારાષ્ટ્રના 7 પ્રવાસીઓ પણ નેપાળમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં મુંબઈ અને પુણેના 4 લોકો સાથે સંપર્ક થઈ ચૂક્યો છે, જ્યારે 3 અન્ય લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે રાજ્ય સરકારે મંત્રાલયમાં 24 કલાકનો કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તો કેરળના 36 પ્રવાસીઓનું એક ગ્રુપ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. જો કે તેઓ પૂર પ્રભાવિત વિસ્તારોથી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેરળ સરકારે નોર્કા-રૂટ્સ દ્વારા હેલ્પડેસ્ક શરૂ કર્યું છે. સિક્કિમ, ઓડિશા, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સરકારોએ પણ પોતાના નાગરિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે

Author : એબીપી અસ્મિતા વેબ ટીમ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita