Nepal Floods: નેપાળના 3 જિલ્લાઓમાં ભોટેકોસી નદીમાં અચાનક આવેલ પૂરથી મચેલી તબાહી બાદ ખતરો હજુ ટળ્યો નથી. ચીન તરફથી આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે કહ્યું કે નેપાળમાં છોછેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ નજીક એક મોટી બેરિયર લેક બની ગઈ છે, જેનું જળ આયતન ગુરુવારસવાર સુધીમાં 20 લાખ ઘન મીટર અનુમાનિત છે અને તળાવ પહેલાથી જ ઓવરફ્લો થઈ રહી છે.
આગામી 3 દિવસોમાં 30 લાખ ઘન મીટર વધારાનું પાણી તળાવમાં આવવાની અપેક્ષા છે, જેનાથી તેના તૂટવાનું વધુ છે.
કાઠમંડુ બીજિંગ રાજદૂતો સાથે વિદેશ મંત્રીની બેઠક
તો બીજી તરફ પૂરની ભયાનક પરિસ્થિતિને જોતાં વિદેશ મંત્રી એસ જયશંકરે વિશેષ સમીક્ષા બેઠક યોજી. આ બેઠકમાં વિદેશ મંત્રાલયની ટીમ અને કાઠમંડુ તથા બીજિંગમાં ભારતના રાજદૂત હાજર રહ્યા હતા. આ દરમિયાન રાહત અને બચાવ કાર્યોની સાથે સાથે પ્રભાવિત વિસ્તારોમાં હાજર લોકોની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, નેપાળમાં આવેલ પૂરની આપત્તિને લઈને મે વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય (MEA) ની ટીમ અને કાઠમંડુ તથા બીજિંગમાં ભારતના રાજદૂતો સાથે સમીક્ષા બેઠક કરી. પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાજર તમામ ભારતીયોની સ્થિતિ અને તેમની સુરક્ષા વિશે માહિતી મેળવવા માટે ઝડપથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બચાવ કાર્યોની સમીક્ષા
જયશંકરે જણાવ્યું કે આ સંદર્ભમાં વિદેશ મંત્રાલય વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો, ટૂર ઓપરેટરો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે સમન્વય કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે રાહત અને બચાવ કાર્યોની સાથે-સાથે આ મામલે નેપાળ સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છીએ અને મળીને કામ કરી રહ્યા છીએ.
26 ઓગસ્ટના રોજ નેપાળમાં આવેલ ભીષણ પૂરે ભારે તબાહી મચાવી હતી. આ પૂર ત્યારે આવ્યું જ્યારે ભોટેકોસી નદીની સહાયક નદી 'લ્હેન્ડે'નો પ્રવાહ એક હિમસ્ખલનના કારણે રોકાઈ ગયો. ત્યારબાદ સૌથી પહેલા નેપાળ-ચીન સરહદ નજીક રસૌવાગઢી વિસ્તારમાં સ્થિત તિમુરે ગામ પ્રભાવિત થયું હતું.
આ અંગે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં વરસાદ થયો ન હતો, તેથી લોકોને આ આપત્તિ આવવાનો કોઈ અંદાજ પણ નહોતો. પૂર આવ્યા સમયે લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં લાગેલા હતા. નેપાળના આ કઠિન સમયમાં ભારતની સાથે સાથે અન્ય દેશો પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
ભારતે મદદનો હાથ લંબાવ્યો
નેપાળના જળપ્રલયને જોતાં ભારતે મદદનો હાથ લંબાવતાં સતત રાહત સામગ્રી મોકલવાનું અભિયાન ચાલુ રાખ્યું છે. આ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, નેપાળમાં રાહત અને બચાવ કાર્યોમાં મદદ માટે બુધવારના રોજ 10 ટન માનવીય સહાયતાનો પહેલો જથ્થો મોકલ્યા બાદ ગુરુવારના રોજ પણ ભારતે બીજો 37.5 ટનનો જથ્થો મોકલી દીધો છે.
બુધવારના રોજ ભારતે નેપાળમાં રાહત અને બચાવ કાર્યોમાં મદદ માટે 10 ટન માનવીય સહાયતા મોકલી છે. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે આ રાહત સામગ્રી ઔપચારિક રીતે નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ખડક રાજ પૌડેલને સોંપી હતી. આ સહાયતામાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે જરૂરી રાહત સામગ્રી સામેલ છે.
નેપાળમાં આવેલ આપત્તિ અને સંકટની સ્થિતિમાં ત્યાં હાજર કે ફસાયેલા મધ્ય પ્રદેશવાસીઓની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા નવી દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના માધ્યમથી પ્રભાવિતોને શક્ય તમામ સહાયતા પૂરી પાડવામાં આવશે.
સહાયતા માટે હેલ્પલાઈન નંબર, વોટ્સએપ નંબર અને ઈમેઈલ આઈડી જાહેર કરવામાં આવ્યા છે:
- હેલ્પલાઈન નંબર: 011-26772005
- વોટ્સએપ નંબર: 9818963273
- ઈમેઈલ: recp1mpbhawan@mp.gov.in
- નેપાળમાં ફસાયેલા નાગરિકો અથવા તેમના સગા-સંબંધીઓ સહાયતા અને માહિતી માટે આ નંબરો પર સંપર્ક કરી શકે છે.
Author : gujarati.abplive.com

