Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય

Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય

નેપાળમાં આવેલા ભયંકર પૂર બાદ 288 ભારતીયો સંપર્કમાં નથી. તેમને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે ગુરુવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 21 ભારતીયોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલને મોટી તબાહી મચી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 207 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

તેમણે કહ્યું, "પહેલા ગ્રુપ 73 લોકોનું છે જે ત્રિશુલી-1 પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. ત્યારબાદ, તમિલનાડુના 37 અને 49 લોકોના બે અલગ-અલગ ગ્રુપ જેઓ સમ્રાટ અને ફ્લાય એવરેસ્ટ ટ્રાવેલ્સ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર ગયા હતા. પશ્ચિમ બંગાળના 32 ભારતીય નાગરિકોનું એક ગ્રુપ છે જે રસુવા જિલ્લાના તિમુરમાં સમ્રાટ ટ્રાવેલ્સની મદદથી યાત્રા પર ગયા હતા. ત્યારબાદ, વિવિધ રાજ્યોના 61 ભારતીય નાગરિકોનું એક ગ્રુપ છે અને પછી કેરળના 33 ભારતીય નાગરિકોનું એક ગ્રુપ છે. આ પાંચ મોટા ગ્રુપ છે, જેમાં કુલ 288 લોકો છે."

રણધીર જયસ્વાલે કહ્યું, "અમને માહિતી મળી છે કે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ઘણા ભારતીયો હાલમાં ચીન તરફ ફસાયેલા છે. લગભગ 200 ભારતીય નાગરિકોએ મદદ માંગી છે. ચીનમાં અમારું મિશન તેમને બચાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે કામ કરી રહ્યું છે. ઈશા ફાઉન્ડેશનના સભ્યો પણ ફસાયેલા છે."

પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "ભારતે બે વિમાનોમાં નેપાળને રાહત સામગ્રી મોકલી છે. 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. આજે સવારે બીજું વિમાન 8 ટન દવા સહિત 37.5 ટન રાહત સામગ્રી સાથે રવાના થયું છે. વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે."

રણધીર જયસ્વાલે કહ્યું, "અમે બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે બેલી બ્રિજ પણ તૈયાર કરી રહ્યા છીએ. અમે વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે, જે 24 કલાક કાર્યરત રહેશે. હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમના ટેલિફોન નંબરોની વિગતો અમારા X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમને ઉપલબ્ધ થશે."

તેમણે ઉમેર્યું કે કાઠમંડુ અને બેઇજિંગ બંનેમાં અમારા દૂતાવાસોએ પણ 24/7 હેલ્પલાઈન સ્થાપિત કરી છે. અમે તે સરકારો સાથે પણ સંપર્કમાં છીએ જ્યાંથી લોકો કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા અને ગૃહ મંત્રાલય દ્વારા તેમની સાથે સંકલન કરી રહ્યા છીએ.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita