Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

Vaibhav Suryavanshi T20 debut: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 4 જુલાઈના રોજ ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. સંજુ સેમસનના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયેલા આ 15 વર્ષીય ખેલાડીની પહેલી ઇનિંગ ભલે ટૂંકી રહી હોય, પરંતુ તેણે પોતાની વિસ્ફોટક શૈલીથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે.

આ મેચમાં તે માત્ર 14 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો, છતાં તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા સહિત કુલ 3 મોટા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

માત્ર 10 બોલની ઇનિંગ, પણ ફટકાર્યા 2 ગગનચુંબી છગ્ગા

બીજી T20 માં ઓપનિંગ કરવા ઉતરેલા વૈભવે 10 બોલનો સામનો કરીને 14 રન બનાવ્યા હતા, જેમાં 2 શાનદાર છગ્ગા સામેલ હતા. જોકે, વિલ જેક્સની બોલિંગમાં વિકેટકીપર જોસ બટલરે તેને સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. ભલે તે મોટો સ્કોર ન કરી શક્યો, પરંતુ જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર ખતરનાક ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો સામનો કર્યો, ત્યારે તેના જ બોલ પર એક પાવરફુલ છગ્ગો ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા.

પોતાની આ ટૂંકી અને આક્રમક ઇનિંગ દરમિયાન વૈભવે જે 3 મોટા રેકોર્ડ બનાવ્યા, તે નીચે મુજબ છે:

1. સૌથી નાની ઉંમરે સિક્સ ફટકારનાર ખેલાડી:

પોતાના પહેલા 3 બોલમાં માત્ર 1 રન બનાવનાર વૈભવે જોફ્રા આર્ચરની ઓવરમાં પોતાની ઇનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિક્સ મારનાર દુનિયાનો સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે. તેણે માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આ અનોખી સિદ્ધિ મેળવી છે.

IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ

2. સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડી (સચિનનો રેકોર્ડ તોડ્યો):

વૈભવ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ભારતનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે દેશ માટે પહેલી મેચ રમી છે. આ પહેલાં આ મહાન રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમણે વર્ષ 1989 માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.

3. ડેબ્યૂ મેચમાં 50 રનની ભાગીદારી:

વૈભવે પોતાની પહેલી જ મેચમાં ઓપનિંગ પાર્ટનરશિપનો પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં ઓપનિંગ કરતા વૈભવ અને અભિષેક શર્માની જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને માત્ર 29 બોલમાં જ 50 રનની તોફાની ભાગીદારી નોંધાવી હતી.

મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita