Best mileage CNG cars 2026: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે CNG કાર એક આશીર્વાદ સમાન બની ગઈ છે. જો તમે પણ રોજેરોજ લાંબી મુસાફરી કરો છો અને પેટ્રોલનો મોટો ખર્ચો બચાવવા માંગો છો, તો બજારમાં અત્યારે એવી ઘણી CNG કાર ઉપલબ્ધ છે જે તમારું બજેટ ખોરવાવા નહીં દે. આજે અમે તમને મારુતિ (Maruti), હ્યુન્ડાઇ (Hyundai) અને ટાટા (Tata) ની એવી 5 શાનદાર CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 1 કિલો CNG માં 34 કિલોમીટર સુધીની જબરદસ્ત માઇલેજ આપે છે.
આ કાર્સ ખરીદીને તમે દર મહિને ઈંધણ પાછળ ખર્ચાતા હજારો રૂપિયા બચાવી શકો છો.
માઇલેજની બાબતમાં મારુતિ સુઝુકીનો દબદબો:
જ્યારે પણ સૌથી વધુ માઇલેજ આપતી કારની વાત આવે, ત્યારે મારુતિ સુઝુકીનું નામ સૌથી પહેલા જ આવે. મારુતિની સેલેરિયો (Celerio CNG) આ લિસ્ટમાં સૌથી ટોચ પર છે. કંપનીનો દાવો છે કે આ કાર 1 કિલો CNG માં 34.43 કિમી સુધી ચાલી શકે છે. આ પછી બીજા નંબરે લોકોની ફેવરિટ હેચબેક વેગનઆર (WagonR CNG) આવે છે, જે 33.47 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે. એટલું જ નહીં, મારુતિની નવી ડિઝાયર (Dzire CNG) પણ આ મામલે સહેજ પણ પાછળ નથી, તે 33.73 કિમી/કિલોગ્રામની શાનદાર માઇલેજ કાઢી આપે છે. ઓછો મેન્ટેનન્સ ખર્ચ, સારી કેબિન સ્પેસ અને જોરદાર રિસેલ વેલ્યુના કારણે ફેમિલી ક્લાસથી લઈને ટેક્સી ડ્રાઇવરો સુધી આ કાર્સ બધાની પહેલી પસંદ બની ગઈ છે.
હ્યુન્ડાઇ અને ટાટા પણ નથી કોઈથી કમ:
જો તમે મારુતિ સિવાય કોઈ બીજો ઓપ્શન શોધી રહ્યા છો, તો હ્યુન્ડાઇ અને ટાટા પણ આ રેસમાં જોરદાર ટક્કર આપી રહ્યા છે. હ્યુન્ડાઇની ગ્રાન્ડ આઇ10 નિઓસ (Grand i10 Nios CNG) તેના પ્રીમિયમ લુક અને શાનદાર ફિચર્સ માટે જાણીતી છે, જે 1 કિલો CNG માં લગભગ 28.5 કિમીની માઇલેજ આપે છે.
બીજી તરફ, મજબૂતી અને સેફ્ટી માટે આખા ભારતમાં જાણીતી ટાટા ટિયાગો (Tiago iCNG) પણ તમને લગભગ 28 કિમી/કિલોગ્રામની માઇલેજ આપે છે. આ બંને મોડલ તમને આરામ, આધુનિક ફિચર્સ અને ઓછા ખર્ચનો બેસ્ટ કોમ્બો આપે છે.
આજના વધતી જતી મોંઘવારીના જમાનામાં જો તમે આમાંથી કોઈ એક CNG કારમાં ઇન્વેસ્ટ કરો છો, તો લાંબા ગાળે તે તમારા માટે ખૂબ જ સ્માર્ટ અને ફાયદાકારક ડીલ સાબિત થશે.
10 લાખથી ઓછા બજેટમાં સૌથી વધુ માઈલેજ આપતી આ કારો બચાવશે તમારા પેટ્રોલ-ડીઝલનો મોટો ખર્ચ
Author : gujarati.abplive.com

