Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM મોદી પોતે કરે છે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ, માત્ર વ્યાજથી થાય છે લાખોની કમાણી

PM મોદી પોતે કરે છે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ, માત્ર વ્યાજથી થાય છે લાખોની કમાણી

 પોસ્ટ ઓફિસ અને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ બજારના જોખમોથી સંપૂર્ણપણે મુક્ત છે. આ સ્કીમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં તમે માત્ર 1000 રૂપિયાના નાના રોકાણથી પણ શરૂઆત કરી શકો છો. વળી, આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે તમે તમારી બચત અને ઈચ્છા મુજબ ગમે તેટલી રકમ જમા કરી શકો છો.

 રોકાણકારોને આ સ્કીમ પસંદ આવવાનું મુખ્ય કારણ તેનું બમ્પર વ્યાજ છે. આ સ્કીમમાં વાર્ષિક 7.7% ના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. વ્યાજની રકમ દર વર્ષે કમ્પાઉન્ડ (ચક્રવૃદ્ધિ) થતી હોવાથી પાકતી મુદતે મોટો નફો મળે છે. આ સ્કીમનો લોક-ઇન પિરિયડ 5 વર્ષનો હોય છે.

ઉદાહરણથી સમજો કમાણીનું ગણિત: જો તમે આ યોજનામાં એકસાથે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી મેચ્યોરિટી પર તમને કુલ 7,24,517 રૂપિયા મળશે. એટલે કે, માત્ર વ્યાજ તરીકે જ તમે 2,24,517 રૂપિયાની માતબર કમાણી કરી શકશો.

સારા વળતરની સાથે સાથે આ સ્કીમમાં ટેક્સ બચાવવાનો પણ મોટો ફાયદો મળે છે. જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ, આવકવેરા કાયદાની કલમ 80C મુજબ તમે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં સીધી છૂટ મેળવી શકો છો. વધુમાં, આ યોજનામાં દર વર્ષે મળતું વ્યાજ આપમેળે ફરીથી રોકાણ (Re-invest) થઈ જાય છે, જેથી શરૂઆતના 4 વર્ષનું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહે છે. માત્ર પાંચમા વર્ષે પાકતી રકમ પર મળતું વ્યાજ જ ટેક્સને પાત્ર બને છે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ સુરક્ષિત અને ફાયદાકારક સ્કીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના પૈસા રોક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, PM મોદીએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) માં 9.12 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. વર્ષ 2019 ની ચૂંટણી વખતે તેમણે આપેલી એફિડેવિટમાં આ રોકાણ 7.61 લાખ રૂપિયા હતું, જે હવે વ્યાજ સાથે વધીને 9.12 લાખ રૂપિયા થઈ ગયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita