Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે આખાય ગુજરાતમાં થશે સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ભાગોમાં આકાશી આફતની શક્યતા

Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે આખાય ગુજરાતમાં થશે સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ભાગોમાં આકાશી આફતની શક્યતા

Rain Forecast News: ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબર પૂરજોશમાં ચાલી રહી છે, સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગઈરાત્રે ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, જેમાં ઘોઘામાં 6.14 ઈંચ અને ભાવનગર શહેરમાં 4.61 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવે આજે પણ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે વરસાદને લઇને મોટી આગાહી કરી છે, આજે વહેલી સવારે બદલાયેલી દરિયાઈ ચોમાસુ સિસ્ટમના સક્રિય પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા અને વિજળીના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ પડવાની મોટી આગાહી જાહેર કરી છે. તેમણે સેટેલાઇટ ડેટા અને પરંપરાગત વિશ્લેષણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વડોદરા, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં આગામી કલાકોમાં આકાશી આફત અથવા મધ્યમથી ભારે વરસાદ ખાબકવાની સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહીની વિગતો મુજબ, આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારો મેઘરાજાની લપેટમાં આવી જશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, અને ભરૂચ સહિતના વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં પણ સારો એવો ભારે વરસાદ થવાની સંભાવના હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા સૂચવાયું છે.

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

બીજીતરફ, પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર અને જામનગરના કોરધાકડ વિસ્તારમાં આજે સારો વરસાદ વરસી શકે છે, જ્યારે જામનગરના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના સૂકા ભાગોમાં આકાશી વાદળો ઘેરાશે અને માત્ર છૂટ્ટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં થવાનું અનુમાન છે. અંબાલાલ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી ૨૦ જુલાઈ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઇ બહુ મોટી આફત નહિ આવે, પરંતુ ત્યાં માત્ર હળવાથી ભારે વરસાદી ઝાપટાં જ જોવા મળશે. તંત્ર દ્વારા ખેડૂતોને આ નવીનતમ આગાહી મુજબ વાવણી અને કૃષિ આયોજન કરવાની સલાહ અપાઈ છે.

Author : એબીપી અસ્મિતા વેબ ટીમ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita