Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 7 તાલુકામાં 5થી 11 ઈંચ સુધીનો વરસાદ જ્યારે 26 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ અને 51 તાલુકામાં 1થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

24 કલાકમાં 164 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો કુલ 164 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 7 તાલુકાઓમાં 5 થી 11 ઈંચ, 26 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ અને 51 તાલુકાઓમાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમરેલીના જ ધારીમાં 9.21 ઈંચ, ખાંભામાં 6.81 ઈંચ, ડાંગના સુબીરમાં 5.16 ઈંચ અને સાવરકુંડલામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય જાફરાબાદમાં 4.92 ઈંચ, ડાંગમાં 4.57 ઈંચ, વિજયનગરમાં 24 કલાકમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયા અને ઉનામાં 4.21 ઈંચ, જેસરમાં 3.08 ઈંચ, ચીખલીમાં 3.27 ઈંચ, ભાવનગરના મહુવામાં 2.curr99 ઈંચ, વલસાડના વાપીમાં 2.95 ઈંચ, ગારિયાધારમાં 2.80 ઈંચ, ડોલવણમાં 2.76 ઈંચ, ઉમરગામ અને ગીર ગઢડામાં 2.72 ઈંચ, ગણદેવીમાં 2.64 ઈંચ, કોડીનારમાં 2.60 ઈંચ, વ્યારામાં 2.48 ઈંચ, ચુડામાં 2.17 ઈંચ, અંબિકા અને કપરાડામાં 2.09 ઈંચ, વાલોડમાં 2.05 ઈંચ, અમરેલી શહેરમાં 2.01 ઈંચ, મહેસાણામાં 1.97 ઈંચ, વઘઈમાં 1.93 ઈંચ, પાલિતાણામાં 1.85 ઈંચ, સૂત્રાપાડામાં 1.81 ઈંચ, કોટડા સાંગાણી અને ઓલપાડમાં 1.77 ઈંચ, વિસાવદર અને તારાપુરમાં 1.57 ઈંચ, કુંકાવાવ-વડિયા, સિદ્ધપુર તેમજ વઢવાણમાં 1.42 ઈંચ, લખતરમાં 1.38 ઈંચ અને પલસાણા, દાંતા, વડગામ, કડી તથા ગોંડલમાં 1.34 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા

એકસાથે 5-5 વરસાદી સિસ્ટમો સક્રિય થતાં અને છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી તથા દક્ષિણ ગુજરાતના ડાંગ-વલસાડ પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે લોકજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળાઓ ઉભરાતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક તંત્ર હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગની આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહીને જોતા NDRF અને SDRFની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે, જેથી અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિક લોકોને દરિયા કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સંકટ

અલગ-અલગ સિસ્ટમની અસર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Author : gujarati.abplive.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita