RR vs DC Highlights : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે 226 રનના લક્ષ્યનો પીછો કરીને ઇતિહાસ રચ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હીનો આ સૌથી સફળ રન ચેઝ છે. કેએલ રાહુલ અને પથુમ નિસંકાની અડધી સદીએ દિલ્હીને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી હતી. આઈપીએલ 2026માં પહેલી વાર રમી રહેલા મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી. આશુતોષ શર્મા અને નીતિશ રાણાએ પણ ટૂંકી ઇનિંગ્સ સાથે દિલ્હીની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

