Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સપ્ટેમ્બરમાં સૂર્ય-શુક્ર સહિત 4 ગ્રહ બદલશે રાશિ, જાણો કઇ રાશિ માટે શુભ રહેશે માસ

સપ્ટેમ્બરમાં સૂર્ય-શુક્ર સહિત 4 ગ્રહ બદલશે રાશિ, જાણો કઇ રાશિ માટે શુભ રહેશે માસ

 સપ્ટેમ્બરમાં શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે. આ સાથે જ સૂર્ય, બુધ, મંગળનું ગોચર પણ સપ્ટેમ્બરમાં થશે. જાણીએ કઇ રાશિ પર આ ગ્રહ ગોચરની શુભ અસર થશે,
 સપ્ટેમ્બરમાં મહત્વનના ગ્રહ ગોચર થનાર હોવાથી આ માસ જ્યોતિષની દષ્ટીઓ ખૂબ જ મહત્વનું મનાય છે. આ મહિને 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. માસની શરૂઆતમાં શુક્ર ગ્રહનું ગોચર વૃષભ રાશિમાં થશે.

તો બુધ આ મહિને 7 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે અને 26 સપ્ટેમ્બર તુલા રાશિમાં ગોચર કરશે. સૂર્ય ગ્રહ આ મહિનાની મધ્યમાં 17 તારીખે કન્યા રાશિમાં ગોચર કરશે. જ્યારે મંગળનો ગોચર નીચ રાશિ કર્કમાં થશે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોની બદલાતી ગતિનો કેટલીક રાશિઓને લાભ મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ આ મહિને સાવચેતી રાખવી પડશે. તો ચાલો જાણીએ તમામ રાશિઓનું રાશિફ

આ રાશિ માટે સપ્ટેમ્બર રહેશે અતિ શુભ -સપ્ટેમ્બર માસ આ 8 રાશિ માટે ખૂબ જ શુભ નિવડશે, સપ્ટેમ્બરમાં થઇ રહેલા ગ્રહ ગોચરની અસર 8 રાશિ પર ખૂબ જ સકારાત્મક પડશે. જેમાં વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, મકર, કુંભ અને મીનનો સમાવેશ થાય છે. જ્યોતિષીની દષ્ટીઓ સમજી તો શુક્રનું રાશિ પરિવર્તન પ્રેમ સંબંધ પારિવારિક સંબંધોને વધુ ગાઢ બનાવશે,.જ્યારે સૂર્ય મંગળની સ્થિતિ કારર્કિદી અને વ્યવસાયમાં ગ્રોથ લાવશે. આ ઉપરાંત વૃષભ અને કુંભ રાશિના લોકો માટે પણ સારો સમય છે. તેમની મનની ઇચ્છાઓ પૂર્ણ થશે. છે. કર્ક, સિંહ અને તુલા રાશિના લોકોને મહેનતનું સારૂં પરિણામ મળશે. આ રાશિઓના લોકોના પેન્ડિંગ કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ શકે છે.

કઇ રાશિ માટે સપ્ટેમ્બર શુભ નથી- 4 રાશિ એવી છે જેના માટે સપ્ટેમ્બર માસ શુભ નથી. મેષ, મિથુન, વૃશ્ચિક અને ધન રાશિ માટે આ સપ્ટેમ્બર માસ શુભ નથી. આ રાશિના લોકોએ દરેક પૈસા સંબંધિત નિર્ણય સમજદારીથી લેવો પડશે નહિતો નુકસાન થઇ શકે છે. આ 4 જાતકના લોકોએ કારર્કિદીમાં પણ સફળતા માટે વધુ સખત મહેતન કરવી પડશે. આ 4 રાશિ સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવધાન રહેવું પડશે. લાપરવાહી ભારે પડી શકે છે. આ 4 રાશિના લોકોએ સફેદ વસ્તુનું દાન કરવું અને શુક્રને સંબંઘિત મંત્રોનો જાપ કરવો જોઇએ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita