Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shrawan 2026: શ્રાવણ મહિનો ક્યારે થશે શરૂ, જાણો જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા  સહિતના પર્વની તારીખ

Shrawan 2026: શ્રાવણ મહિનો ક્યારે થશે શરૂ, જાણો જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા સહિતના પર્વની તારીખ

Shrawan 2026: ગુજરાત અને પશ્ચિમ ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુરુવાર, 13 ઓગસ્ટ 2026થી શરૂ થશે અને શ્રાવણ પૂનમ શનિવાર, 11 સપ્ટેમ્બર 2026ના રોજ સમાપ્ત થશે. આ મહિના દરમિયાન ભોલેનાથના ભક્તો ઉપવાસ અને શિવ મંદિરોમાં જળાભિષેક કરી વિશેષ આરાધના કરે છે. શ્રાવણ અને અષાઢ માસમાં અનેક પર્વ અન્ય પણ આવે છે તો ગુરુ પૂર્ણિમાથી માંડીને નંદ ઉત્સવ સુધીના પર્વની યાદી જોઇએ

જાણો કઇ તારીખે ક્યાં પર્વ આવે છે.

16 જુલાઇ અષાઢી બીજ
29 જુલાઇ ગુરુ પૂર્ણિમા
28 ઓગસ્ટ રક્ષાબંધન
2 સપ્ટેમ્બર - રાંધણછઠ્ઠ
3 સપ્ટેમ્બર - સાતમ
4 સપ્ટેમ્બર - આઠમ
5 સપ્ટેમ્બર- નંદ ઉત્સવ

શ્રાવણમાં કેટલા સોમવાર આવશે

17 ઓગસ્ટ સોમવાર
24 ઓગસ્ટ સોમવાર
31 ઓગસ્ટ સોમવાર
7 સપ્ટેમ્બર સોમવાર

શ્રાવણ માસમાં શું કરવું
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર મહિનામાં દરરોજ શિવજીની પૂજા કરવી જોઈએ. ભક્તોએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું અને ગરીબોને ભોજન કરાવવું પુણ્યશાળી માનવામાં આવે છે. શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાથી તેમજ શિવ મંત્રોનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

: 7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!" href="https://gujarati.abplive.com/astro/dharam-jyotish/vakri-budh-gochar-in-mithun-rashi-is-lucky-for-4-zodiac-signs-984756" target="_self">: 7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!

પૂજા અને ઉપાસનાની મુખ્ય વિધિ:જળાભિષેક:
શિવલિંગ પર શુદ્ધ જળ અથવા દૂધનો અભિષેક કરવો.
મંત્ર જાપ: પૂજા દરમિયાન "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો.
બ્રહ્મચર્ય: આ પવિત્ર માસ દરમિયાન મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખવી.
દાન-પુણ્ય: જરૂરિયાતમંદો અને ગરીબોને ભોજન કરાવવું.

પૂજા વિધિ અને અભિષેક શ્રાવણ માસના પ્રથમ દિવસે અથવા સોમવારે પૂજા કરવા માટે નીચે મુજબની વિધિ અનુસરો:

  • સૌ પ્રથમ હાથમાં જળ અને પુષ્પ લઈ વ્રત કે પૂજાનો સંકલ્પ કરો.
  • શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો.
  • ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી બનેલા 'પંચામૃત' વડે શિવલિંગનો અભિષેક કરો.
  • આ દરમિયાન 'ૐ નમઃ શિવાય' મંત્રનો સતત જાપ કરતા રહો.
  • પંચામૃત સ્નાન બાદ ફરીથી શુદ્ધ જળથી અભિષેક કરો.
  • શિવલિંગ પર ચંદન, રોલી અને અક્ષત (ચોખા) અર્પણ કરો.
  • ભગવાન શિવને અત્યંત પ્રિય એવા બિલીપત્ર, ધતુરો,
  • આંકડો અને કનેરના પુષ્પો અર્પણ કરો. નૈવેદ્ય તરીકે ખીર, સફેદ મીઠાઈ, ફળ અને ઠંડાઈ ધરાવો.
  • અંતમાં ધૂપ-દીવો કરી શિવજી અને માતા પાર્વતીની આરતી ઉતારો
  • અને જાણતા-અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા યાચના કરો.

Author : એબીપી અસ્મિતા વેબ ટીમ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita