Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surat Rain: સુરતના કામરેજમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

Surat Rain: સુરતના કામરેજમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

 સુરત: સુરત શહેર અને જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતના કામરેજ તાલુકામાં આભ ફાટ્યું હતું. અહીં આજે 12 ઈંચ વરસાદ ખાબકતા કામરેજમાંમાં તારાજી સર્જાઈ છે.
 સુરતના કામરેજમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા હતા. કામરેજની શ્રીજી રો હાઉસ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

 575 મકાન ધરાવતી કામરેજની શ્રીજી રો હાઉસ સોસાયટીમાં મોટાભાગના ઘરોમાં પાણી ભરાયા હતા. દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિથી સ્થાનિકો પરેશાન થયા છે. તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં પ્રશ્નનું નિરાકરણ નથી કરવામાં આવતું.

આજે વહેલી સવારથી જ રાજ્યના 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં 12 ઈંચ જેટલો નોંધાયો છે. આજે 32 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં આજે ભારે વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં આજે 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સુરત શહેર અને જિલ્લામાં આગામી 3 કલાક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Asmita