Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7 કરોડ ઔંસ સોનું હોવા છતાં ચીને એપ્રિલ મહિનામાં ગત વર્ષના પ્રમાણમાં 81 ટકા ખરીદી વધારી

7 કરોડ ઔંસ સોનું હોવા છતાં ચીને એપ્રિલ મહિનામાં ગત વર્ષના પ્રમાણમાં 81 ટકા ખરીદી વધારી

અબતક 1 week ago

ક બાજુ ભારતમાં સોના પર બ્રેક, બીજી બાજુ ચીનમાં રેકોર્ડબ્રેક ખરીદી: સતત 18 મહિનાથી ચીનની સેન્ટ્રલ બેંક ખરીદી રહી છે સોનું

વૈશ્વિક અર્થતંત્રમાં અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ છે. એકબાજુ મધ્ય-પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ છે, તો બીજીબાજુ દુનિયાના બે સૌથી મોટા સોનાના ગ્રાહકો ભારત અને ચીન ગોલ્ડ માર્કેટને લઈને તદ્દન અલગ દિશામાં કામ કરી રહ્યા છે.

તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર, ચીન પાસે ઓલરેડી 7 કરોડ ઔંસ કરતાં વધુ સોનાનો પ્રચંડ ભંડાર હોવા છતાં, તેણે એપ્રિલ મહિનામાં હોંગકોંગ મારફતે થતી સોનાની આયાતમાં ગત મહિનાની સરખામણીએ 81.2 ટકા નો આશ્ચર્યજનક વધારો કર્યો છે.

આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સતત દેશના નાગરિકોને સોનામાં બિનજરૂરી રોકાણ ન કરવા અને આયાત ઘટાડવા પર ભાર મૂકી રહી છે. આ સ્થિતિ બંને દેશોની આર્થિક વિચારસરણી અને ભવિષ્યની તૈયારીઓ વચ્ચેનો મોટો વિરોધાભાસ પ્રગટ કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં સોના પ્રત્યે અખૂટ આકર્ષણ છે, પરંતુ અર્થતંત્રની દ્રષ્ટિએ આ બાબત ચિંતાજનક સાબિત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશહિતમાં સોનાની આયાત પર નિયંત્રણ લાવવાના પ્રયાસો કર્યા છે, જેના મુખ્ય કારણોમાં ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેના માટે અબજો ડોલર ચૂકવવા પડે છે. આનાથી દેશની વેપાર ખાધ વધે છે અને ભારતીય રૂપિયા પર દબાણ આવે છે.પીએમ મોદીનું માનવું છે કે સોનું ઘરમાં કે લોકરમાં પડ્યું રહે છે, જે દેશના વિકાસમાં કોઈ ફાળો આપતું નથી. જો આ જ નાણાં લોકો બેંકોમાં, શેરબજારમાં કે અન્ય પ્રોડક્ટિવ સેક્ટરમાં રોકે, તો દેશમાં ઉદ્યોગો વધે અને રોજગારી ઊભી થાય.

બીજી તરફ, ચીનની સરકારી બેંક અને ત્યાંના લોકો સોનાનો ગંજ ખડકી રહ્યા છે. હોંગકોંગ સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર ચીનની સોનાની ભૂખ અટકવાનું નામ નથી લઈ રહી:માસિક ધોરણે 81.2 ટકાનો ઉછાળો: એપ્રિલ મહિનામાં ચીને હોંગકોંગ મારફતે 86.715 મેટ્રિક ટન સોનાની ચોખ્ખી આયાત કરી છે, જે માર્ચ મહિનામાં માત્ર 47.866 મેટ્રિક ટન હતી.હોંગકોંગ માર્ગે ચીનની સોનાની આયાતમાં સતત 13મા મહિને વધારો નોંધાયો છે.'પીપલ્સ બેંક ઓફ ચાઇના' એ સતત 18મા મહિને પોતાના અનામત ભંડારમાં સોનું ઉમેર્યું છે. એપ્રિલના અંતે ચીનનો સત્તાવાર સોનાનો ભંડાર વધીને 74.64 મિલિયન (7.46 કરોડ) ફાઇન ટ્રોય ઔંસ પર પહોંચી ગયો છે, જે માર્ચમાં 74.38 મિલિયન ઔંસ હતો.

ચીન દ્વારા આટલી મોટી માત્રામાં સોનું ખરીદવા પાછળ માત્ર આર્થિક નહીં, પણ ભૌગોલિક-રાજકીય જવાબદાર કારણોમાં ચીન અમેરિકા સાથેના તણાવ વચ્ચે ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. યુદ્ધ કે પ્રતિબંધોની સ્થિતિમાં ડોલર ફ્રીઝ થઈ શકે છે, પરંતુ સોનું હંમેશા સુરક્ષિત રહે છે.ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા યુએસ-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજાર ચિંતામાં છે. હોર્મુઝની સામુદ્રધુની અસરકારક રીતે બંધ થવાના કારણે ક્રૂડ ઓઇલ ના ભાવ વધ્યા છે અને મોંઘવારી વધી છે. આ અનિશ્ચિતતા સામે સોનું સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak