Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશનને 'એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર 'નો રાષ્ટ્રીય એવોર્ડ

આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશનને 'એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર 'નો રાષ્ટ્રીય એવોર્ડ

અબતક 1 week ago

ત્મીય યુનિવર્સિટી અને ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે ગૌરવની ક્ષણ

ઇન્દોરમાં યોજાયેલી 'ઈ-રૂફ એન્યુઅલ-2026' સમિટમાં સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને ઉદ્યોગસાહસિકતાના ઉત્કૃષ્ટ યોગદાન બદલ મળ્યું સન્માન

આત્મીય યુનિવર્સિટી સ્થિત આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશન એ સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી 'ઈ-રૂફ એન્યુઅલ-2026' સમિટમાં આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશનને 'એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર-2026' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ સમિટનું આયોજન ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (ઉઙઈંઈંઝ), સ્ટાર્ટઅપ ઇન્ડિયા, શિક્ષણ મંત્રાલયની ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ તેમજ મધ્યપ્રદેશ સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમારોહમાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ, રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મુખ્ય સચિવ નિશાંત ખરે, ઇન્દોરના ડેપ્યુટી કમિશનર ડો. સીમા અલાવા, ધારાસભ્ય ગોલુ શુક્લા સહિત દેશના સ્ટાર્ટઅપ, એનિમેશન અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશન તરફથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૌશલ બોરીસાગરે સ્વીકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન માત્ર સંસ્થાનું નહીં, પરંતુ સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, માર્ગદર્શકો, યુવા ઉદ્યોગસાહસિકો અને ટીમના સામૂહિક પ્રયાસોની રાષ્ટ્રીય સ્તરે થયેલી સ્વીકૃતિ છે.

આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશને ખૂબ ઓછા સમયમાં ગુજરાતના અગ્રણી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન કેન્દ્ર તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. 'જોબ સીકર નહીં, જોબ ક્રિએટર' તૈયાર કરવાના ધ્યેય સાથે કાર્યરત ફાઉન્ડેશન અત્યાર સુધીમાં 26થી વધુ સ્ટાર્ટઅપ્સનું સફળ ઇન્ક્યુબેશન કરી ચૂક્યું છે, જ્યારે 900થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ સ્થાપકોને માર્ગદર્શન, મેન્ટરશિપ અને ટેક્નિકલ સહાય પૂરી પાડી છે.

સ્ટાર્ટઅપ મહાસંગમ, સ્ટાર્ટઅપ એક્સ્પો, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સ્ટાર્ટઅપ એક્સિલરેટર, ઇન્વેસ્ટર કનેક્ટ, ઇનોવેશન ચેલેન્જ, મહિલા ઉદ્યોગસાહસિક પહેલ અને વિદ્યાર્થી સ્ટાર્ટઅપ વિકાસ કાર્યક્રમો જેવા અનેક આયોજનો દ્વારા આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશને ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને નવી દિશા આપી છે.

આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ સાથે આત્મીય ઇનોવેશન્સ ફાઉન્ડેશન હવે વધુ ઊર્જા અને નવા સંકલ્પ સાથે ભારતના અગ્રણી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન કેન્દ્રોમાં સ્થાન મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak