Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અંજારમાં તમંચાની અણીએ લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ગેંગ ઝબ્બે

અંજારમાં તમંચાની અણીએ લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ગેંગ ઝબ્બે

અબતક 4 days ago

10 દિવસ પૂર્વે યુવક પર હુમલો કરી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી' તી: ત્રિપુટીની ધરપકડ, બેની શોધખોળ

અંજાર તાલુકાના અજાપર સીમ વિસ્તારમાં હથિયાર (તમંચો)ની અણીએ લૂંટનો ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવામાં અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

ગત તા.21/08/2026 ના બપોરના ભાગે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરીયાદી અજાપર સીમ ખાતે પોતાનુ મો.સા લઈને જતા હતા તે દરમ્યાન પાછળથી એક બાઈક પર અજાણ્યા ત્રણ ઇસમો આવ્યા અને ફરીયાદીની મો.સાને ધક્કો મારી પાડી દઈને તેના ગળામાંથી સોનાનો ચેઈન લુંટી લીધેલ તેમજ ફરી.ની વીંટી કઢાવવાનો પ્રયત્ન કરતા ન આપતા આરોપીઓએ હાથમાં રહેલ તમચા(બંદુક) વડે ફરીને માથાના પાછળ તથા શરીર પર ઘા મારી બંદુક(તમંચા) વડે 2/4 ઘા મારી ફરીને મારી નાખવાના ઈરાદે તેના પર હુમલો કરી ફાઈરીંગ કર ઈજાઓ પહોંચાડી આ અજાણ્યા ત્રણ આરોપીઓએ સોનાની ચેઈનની લુંટ કરી ગુનાને અંજામ આપી નાશી ગયેલ હતો.

બનાવને ગંભીરતાથી લઈ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.

તપાસના આધારે આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓ અશોક ઉર્ફે આર્યન રમેશ પ્રજાપતિ,અમિત મુનીલાલ જાટવ અને જગદીશ ઉર્ફે ગોલુ વિનોદકુમાર જાટવને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ દિપક કુશ્વાહ અને શીવને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ,2 મોબાઇલ ફોન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ નંબર પ્લેટ વગરનું વાહન સહિત 8,70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા અને તેમની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak