Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બાંધકામ સાઈટ પર ત્રાટકી એલ્યુમિનિયમ પ્લેટ ચોરી જતી છ શખ્સોની ટોળકી ઝડપાઈ

બાંધકામ સાઈટ પર ત્રાટકી એલ્યુમિનિયમ પ્લેટ ચોરી જતી છ શખ્સોની ટોળકી ઝડપાઈ

અબતક 3 months ago

રૂ.14.54 લાખની કિંમતની 134 એલ્યુમિનિયમ પ્લેટ સહીત 18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો

કિંમતી પ્લેટ ચોરી ભંગારમાં વેંચી રોકડી કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે દબોચી : બે શખ્સોની શોધખોળ

શહેરની અલગ અલગ ચાર બાંધકામ સાઈટ પરથી કિંમતી એલ્યુમિનિયમ પ્લેટ ચોરીનો બનાવ તાજેતરમાં જ સામે આવ્યો હતો. જે તસ્કર ગેંગને પકડી પાડવામાં અંતે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

એક સગીર સહિત છ શખ્સોને દબોચી 134 પ્લેટ સહિત રૂ.18.04 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ગુનામાં સંડોવાયેલ બે શખ્સોની શોધખોળ આદરી છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચેતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેરમાં થતી ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપીઓને શોધી કાઢવા માટેની આપેલ સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એ.એન.પરમાર ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, અર્જુનભાઈ ડવ અને તેમજ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સોર્સીસ મદદથી મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરાઉ એલ્મીનીયમની અલગ અલગ માપસાઇઝની પ્લેટો સાથે એક સગીર સહિત છ શખ્સોને પકડી પાડ્યા હતાં. પકડાયેલ શખ્સોમાં રોહિત ઉર્ફે બાવલો મનજી વાઘેલા (ઉ.વ.21 રહે.મોટા મવા ગામથી પરસાણા ચોક, ઝુપડામાં કણકોટ રોડ, રાજકોટ, મુળગામ સીતાગઢ, ચોટીલા), કલ્પેશ અર્જુન માથાસુરીયા (ઉવ.21, રહે.ભીમનગર સર્કલની બાજુમાં, રાજકોટ, મનોજ કાંતિ સોલંકી (ઉ.વ.30 રહે.ભંડારીયા જુનાગામ,જસદણ), રાજેશ ઉર્ફે રાજુ દેવશી કુકડીયા (ઉ.વ. 37, રહે.ડુંગરપુર ગામ, રાજકોટ) અને કિશન કાથળ સોલંકી (ઉવ.23, રહે, સંસ્કાર એરીયા, ખોખળદલ પુલ પાસે, કારખાનાની બાજુમાં રાજકોટ) તેમજ એક સગીરનો સમાવેશ થાય છે.

જ્યારે તસ્કર અશ્વિન સુરેશ સાડમીયા (રહે.કણકોટ રોડ, પરસાણા ચોક,ઝુપડામાં નવો 150 ફુટ રીંગ રોડ, રાજકોટ) વિજય ધીરૂ જખનીયા રહે.મચ્છી માર્કેટ શનિવારી બજાર પાસે, કાલાવડ રોડ, રાજકોટ) સહિતના શખ્સોની શોધખોળ આદરી છે.

હાલ પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કિંમતી 134 પ્લેટ રૂ.14.54 લાખ, છોટા હાથી, ઓટો રીક્ષા સહિત કુલ રૂ.18.04 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓની પુછતાછ આદરી હતી.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ તસ્કરોએ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં કાલાવડ રોડ પર આવેલ હેડકી કાફેની બાજુમાં મરીનલાઈન બિલ્ડ કોર્ન સાઈટ પરથી એલ્યુમિનિયમની 37 પ્લેટ સહિત રૂ.1.58 લાખનો મુદ્દામાલ તેમજ કણકોટ રોડ પર આવેલ પ્રમુખ વ્યુ સાઈડ પરથી એલ્યુમિનિયમની 24 પ્લેટ રૂ. 1.20 લાખ, પરસાણા ચોક પાસે આવેલ સ્કાય લાઈન પ્રોજેક્ટ પરથી એલ્યુમિનિયમની 69 પ્લેટ રૂ. 10.11 લાખ અને કણકોટ રોડ પર 80 ફુટ રોડની ચોકડી પાસે આવેલ ઓડિટોરિયલ હોલની બનતી સાઈટ પરથી 35 પ્લેટ રૂ.5.11 લાખના મુદ્દામાલની ચોરી કરેલ હતી. જે ચારેય ગુનાનો પોલોસે ભેદ ઉકેલી નાંખ્યો હતો.

મોડી રાત્રે મોઢે બુકાની બાંધી ત્રાટકવાની એમઓ

તસ્કરોની મોડસ ઓપરેન્ડી અંગે પ્રાપ્ત વિગત અનુસાર તસ્કરો રાજકોટ શહેર તથા આજુબાજુ વિસ્તારોમાં ચાલતા મોટા બાંધકામોની સાઇટ પર મોડી રાત્રીના ત્રાટકી અંધારાનો લાભ લઇ મોઢા પર બુકાની બાંધી બાંધકામને લગતા સાધનો તેમજ એલ્યુમીનીયમ પ્લેટો ચોરી કરી કરી તે એક જગ્યાએ છુપાવી દેતાં હતાં. જે બાદ ભંગારના વેપારીને વેંચી દેવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હતાં.

અશ્વિન, વિજય અને કલ્પેશ ચોરી કરતા, રાજેશ અને કિશન માલ મનોજને પહોચાડતા

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જણાવ્યું હતું કે, તસ્કર ટોળકીના અશ્વિન, વિજય, કલ્પેશ સહિતના શખ્સો ચોરીને અંજામ આપતા હતા. જે બાદ ચોરી કરેલ માલ વેચવા માટે ભંગારનો ડેલો ધરાવતા મનોજનો સંપર્ક કરતા હતા. જે બાદ મનોજ તે ચોરેલો માલ લેવા માટે રાજેશ અને કિશનને પોતાનું વાહન લઇને માલ ભરવા માટે મોકલતો હતો. હાલ બજારમાં એલ્યુમિનિયમ પ્લેટની કિંમત 400 થી 450 રૂપિયા સુધીની છે, જે આરોપીઓ ભંગારના ડેલાના વેપારી મનોજને 100 થી 200 રૂપિયામાં સસ્તા ભાવે વેંચી મારતા હતા. જ્યારે હજું 31 પ્લેટ અન્ય શખ્સને વેંચી માર્યાની કબૂલાત આપતાં તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak