Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાડલાના દહીંસરા નજીકથી પાયલોટિંગ સાથે આવતી દારૂ ભરેલી કાર ઝડપાઈ

ભાડલાના દહીંસરા નજીકથી પાયલોટિંગ સાથે આવતી દારૂ ભરેલી કાર ઝડપાઈ

અબતક 1 week ago

બોટાદના રતનપરથી દારૂ લાવી વેંપલો કરે તે પૂર્વે જ રાજકોટનો બુટલેગર દબોચાયો : 684 બોટલ શરાબ, કાર મળી. રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે

ભાડલાના દહીંસરા ગામ નજીક રૂરલ એલસીબી ટીમે દરોડો પાડી પાયલોટીંગ સાથે આવતી દારૂ ભરેલી કાર ઝડપી રાજકોટના બુટલેગરની ધરપકડ કરી હતી. પોલીસે 684 બોટલ દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાયલોટીંગ કરતી બેલડીની શોધખોળ આદરી હતી.

દરોડાની વિગત મુજબ રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ પી.એન. ભરવાડ ટીમ સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિ. એમ.આલ અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગરને બોટાદ તરફથી એક દારૂ ભરેલી કાર રાજકોટ તરફ જતી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ભાડલાના દહીસરા ગામ નજીક આવેલ વીરપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ત્યાંથી પસાર થયેલ કાર નં. જીજે- 03-જે.એલ.0030 ને અટકાવી તેમાં હાજર કાર ચાલકને અટક કરી તેનું નામ પૂછતા પોતે રવિ ભીખુ ગિડા (રહે. રાજકોટ આજી વસાહત, ખોડીયારપરા) હોવાનું જણાવ્યું હતું.

પોલીસની ટીમે કારચાલકને સાથે રાખી કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂ.1.52 લાખનો શરાબ અને કાર, મોબાઇલ મળી કુલ રૂપિયા 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસે પકડેલ આરોપીની સઘન પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, રાજકોટનો પ્રતિક ઉર્ફે મયુર બાબુ ગીડા અને પૃથ્વી વલકુ ધાંધલ સાથે દારૂ લેવા માટે બોટાદના રતનપર ગામે ગયાં હતા અને ત્યાંથી દારૂનો જથ્થો લઈ પરત રાજકોટ આવવા નીકળ્યા ત્યારે તેની સાથેના પ્રતિક ઉર્ફે મયુર ગીડા અને પૃથ્વી ધાંધલ પોલીસથી બચવા માટે આગળ પાયલોટિંગ કરતાં હતાં. જે પોલીસ પકડમાં ન આવતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે.

ખાખીજાળીયા ગામની વાહવાડી સીમની વાડીમાંથી 223 બોટલ દારૂ સાથે ખેડૂતની ધરપકડ : ઝાંઝમેરના સપ્લાયરની શોધખોળ

ખાખીજાળીયા ગામની વાહવાડી સીમમાં પોલીસે દરોડો પાડી ખેતીકામ સાથે દારૂ વેંચતા ખેડૂતને દબોચ્યો હતો. પોલીસે દારૂની 223 બોટલ કબ્જે કરી સપ્લાયર ઝાંઝમેર ગામના યોગીરાજસિંહ ચુડાસમાની શોધખોળ આદરી હતી.દરોડાની વિગત મુજબ ભાયાવદર પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલનિકુંજભાઈ સુતરીયા, અઝીમભાઇ સમા, સત્યપાલસિંહ જાડેજા અને અજયભાઈ સોરઠીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાખીજાળીયા ગામની વાહવાડી સીમ વિસ્તારમા મહાવિરસિંહ ચુડાસમા પોતાની વાડીએ વિદેશી દારૂની બોટલ રાખી વેચાણ કરે છે, જે મળેલ ચોક્કસ બાતમીના આધારે વાડીએ દરોડો પાડતાં ત્યાં હાજર શખ્સનું નામ પૂછતા પોતે મહાવિરસિંહ ટપુભા ચુડાસમા (ઉ.વ.37,ધંધો ખેતી, રહે.ખાખી-જાળીયા ગામ, દરબારગઢ, ઉપલેટા) હોવાનુ જણાવેલ હતું. પોલીસની ટીમે વાડીએ ઓરડીમા તપાસ કરતા અંદરથી બે પ્લાસ્ટીકના બાચકા મળી આવેલ જેમાંથી દારૂની બોટલો મળી આવતાં પોલીસે કુલ દારૂની 223 બોટલ રૂ.40 હજારનો મુદામાલ સાથે બુટલેગર મહાવીરસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી. વધુમાં પકડાયેલ આરોપીને દારૂના સપ્લાય અંગે પૂછતા તે દારૂનો જથ્થો ઝાંઝમેર ગામના યોગીરાજસિંહ ચુડાસમા પાસેથી વેચાણ કરવા લઈ આવતો હોવાની કબૂલાત આપતાં પોલીસે સપ્લાયર યોગીરાજસિંહની શોધખોળ આદરી હતી.

રૂરલ એલસીબી પીએસઆઈ પી એન ભરવાડ ટીમનો દરોડો : પાયલોટીંગ કરતી રાજકોટની બેલડી ફરાર

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak