Dailyhunt
ભાજપ મંગળ કે બુધવારે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના

ભાજપ મંગળ કે બુધવારે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના

અબતક 2 weeks ago

મેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા થશે પૂર્ણ

ટુંક સમયમાં પાર્લામેન્ટરી બોર્ડની તારીખ જાહેર કરાશે ગુરૂવાર કે શુક્રવારે ભાજપના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા હાલ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આજે રાત્રી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

આગામી રવિવાર અથવા સોમવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ભાજપ દ્વારા મંગળવારે અથવા બુધવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે. ગુરૂવાર અથવા શુક્રવારે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરશે અને શનિવારથી પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાની આશરે 12 હજાર જેટલી બેઠક પર કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે 80 હજારથી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મહાનગપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલીકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 460 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છેે. કોંગ્રેસે તો મહિનાઓ અગાઉસેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી બેઠક વાઈઝ સંભવિત ઉમેદવારોના નામની પેનલો બનાવવામાં આવી છે. આગામી રવિવારથી ક્રમશ: ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવશે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જે આજે પૂર્ણ થઈ જશે. ટુંક સમયમાં પાર્લામેન્ટરી બોર્ડની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જેમાં એકબાદ એક જિલ્લા અને મહાનગરોનાં વારા લેવામાં આવશે. જ્ઞાતિ જાતીના સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટની ફાળવણી કરવામા આવશે. આગામી મંગળવાર અથવા બુધવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 11 એપ્રીલ હોય ભાજપ અંતિમ દિવસ સુધી રાહ જોવા ઈચ્છતુ નથી. ગુરૂવારે અથવા વધીને શુક્રવારે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપ દ્વારા હજી સુધી ટિકિટ ફાળવણી માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી જેના કારણે ચૂંટણી લડવા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દાવેદારી કરી રહ્યા છે.

આવતીકાલે ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર ઉમેદવારી ફોર્મ ભરવાના હોયજેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપવાના છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની તારીખ અને સમય જાહેર કરવામાં આવશે. હવે 34 જિલ્લા અને 15 મહાનગરોનાં પ્રમુખોને ગમે ત્યારે પ્રદેશ હાઈકમાન્ડનુ તેડુ આવી શકે છે.

કોંગ્રેસ રવિવારથી તબકકાવાર ઉમેદવારોના નામ જાહેર કરશે

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રદેશના નિરીક્ષકો તાલુકાવાર મુલાકાતે ગયા હતા. ત્યાં સંભવિત ઉમેદવારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા, કાર્યકરો સાથે સંવાદ કર્યો અને તમામ સ્તરે સંકલન કરવામાં આવ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા રચાયેલી ચૂંટણી સમિતિઓએ પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે ચાર તારીખથી પ્રદેશ સ્તરે બેઠકની શરૂઆત થશે.પ્રભારી ઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયાને આખરી સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ પાંચમી તારીખથી તબક્કાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે સમગ્ર ગુજરાતમાં લગભગ દસ હજાર જેટલી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે, ઉમેદવારની પસંદગીમાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાથમિકતા આપવામાં આવશે. શહેર અને જિલ્લા સ્તરે બનેલી ચૂંટણી સમિતિઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રદેશ સમિતિ દ્વારા અંતિમ સંમતિ આપવામાં આવશે.પચાસ ટકા કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે.સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર, લોકોના હક્ક અને અધિકાર માટે લડનાર,પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને બચાવવા માંગે

છે, એવા લોકો કોંગ્રેસ પાર્ટી માટે પ્રથમ પસંદગી રહેશે.સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર તાકાત સાથે લોકો વચ્ચે જશે, લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લડત લડશે અને જનતાના આશીર્વાદ સાથે વિજય મેળવવાનો સંકલ્પ કરશે.

દરેક જિલ્લા કક્ષાએ મજબૂત લીગલ ટીમો પણ સક્રિય કરવામાં આવી છે. સામ,દામ, દંડ,અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને દબાણમાં મૂકવાના, ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવાના, તેમજ ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્નો થતા રહે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના તમામ પ્રયત્નોનો મક્કમપણે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.દરેક જિલ્લામાં ટીમોએ પૂર્વ તૈયારી કરી લીધી છે. લીગલ ટીમો પણ સજ્જ છે જેથી કોઈપણ ઉમેદવાર સાથે અયોગ્યતા કે અન્યાય થાય તો તરત જ કાનૂની રીતે કાર્યવાહી કરી શકાય.આ વખતે કોંગ્રેસ પાર્ટીની આખી ટીમ પૂરી તાકાત સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે.

પરિણામ જાહેર થયા બાદ, જો કોઈ ઉમેદવારને પોતાની વિગતો કે ગુણ બાબતે કોઈ વાંધો હોય, તો તેઓ 8 એપ્રિલના રોજ સાંજે 5:30 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત કરી શકશે. ઉમેદવારોએ જરૂરી પુરાવા અને કોલ લેટરની નકલ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ચેરીએ રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર ઙનારફતે અરજી મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

પુરુષ, મહિલા અને માજી સૈનિક ઉમેદવારોના પરિણામ અલગથી જોઈ શકાશે. ઉમેદવારોને વધુ વિગત અને પરિણામ જોવા માટે બોર્ડની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak