Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભક્તિ, વિકાસ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એટલે 'પંપા સરોવર'

ભક્તિ, વિકાસ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એટલે 'પંપા સરોવર'

અબતક 1 week ago

સાવરકુંડલાની ધરતી પર સર્જાશે

રામાયણના અમર પ્રસંગ સાથે અમૃત સરોવરનું નામકરણ થતાં 'પંપા સરોવર' તરીકે ઓળખાશે

સાવરકુંડલા ના બાયપાસ માર્ગ પર ધારાસભ્ય મહેશ કસવાલાના સતત પ્રયત્નો અને માર્ગદર્શનથી વિકસિત થયેલું આ સરોવર 6 કરોડના ખર્ચે પંપા સરોવરનો વિકાસ સાવરકુંડલામાં બનશે આકર્ષણનું નવું કેન્દ્ર આજે સાવરકુંડલાની નવી ઓળખ બની રહ્યું છે.

સવાર-સાંજ કુદરતી વાતાવરણનો આનંદ માણવા આવતા નાગરિકો, પરિવારો અને યુવાનો માટે આ સ્થળ એક સુંદર વિરામસ્થળ બન્યું છે. સાવરકુંડલાથી આગળ વધીને આ સરોવરની સુંદરતા અને વિકાસ કાર્યની ચર્ચા હવે અમરેલી જિલ્લા બહાર પણ થવા લાગી છે. લોકોમાં આ સરોવર પ્રત્યેનો ઉત્સાહ અને આકર્ષણ તેને ટોક ઓફ ધ ટાઉન બનાવી રહ્યું છે.

આ સરોવરની વધતી લોકપ્રિયતા અને મુલાકાતીઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને હવે તેના બીજા તબક્કાના વિકાસની કામગીરી હાથ ધરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ વિકાસ પૂર્ણ થયા બાદ પંપા સરોવર માત્ર ફરવા માટેનું સ્થળ નહીં રહે, પરંતુ પરિવાર સાથે આનંદ માણવા, બાળકોને કુદરત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવા તેમજ નવી પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટેનું એક જીવંત અને આકર્ષક કેન્દ્ર બની રહેશે.

રામાયણના પ્રસંગ અનુસાર વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ અને લક્ષ્‍મણજી સીતાજીની શોધમાં આગળ વધતાં માતા શબરીના આશ્રમ પહોંચ્યા હતા. માતા શબરીએ અતૂટ શ્રદ્ધા, નિર્મળ પ્રેમ અને ભક્તિભાવથી ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું.

ભગવાન અને ભક્તના આ પવિત્ર મિલનની ગાથા ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી શ્રદ્ધા, ભક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત રહી છે. માતા શબરીની નિષ્કપટ ભક્તિ અને ભગવાન શ્રીરામ પ્રત્યેના તેમના સમર્પણનો સંદેશ આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. આ પવિત્ર ભાવનાને સાવરકુંડલાની ધરતી પર જીવંત રાખવાના ઉદ્દેશ્યથી અમૃત સરોવરનું નામ હવે પંપા સરોવર રાખવામાં આવશે. સરોવરના મધ્યમાં ભગવાન શ્રીરામ, લક્ષ્‍મણજી અને માતા શબરીની ભવ્ય પ્રતિકૃતિ પંપા સરોવરના મધ્યમાં ભગવાન શ્રીરામ, લક્ષ્‍મણજી અને માતા શબરીના દિવ્ય મિલનની ભવ્ય પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિકૃતિ માત્ર એક શિલ્પ કે સૌંદર્યવર્ધક રચના નહીં, પરંતુ ભક્તિ, પ્રેમ, સમર્પણ, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના અમર સંદેશનું પ્રતીક બનશે. માતા શબરીની અતૂટ શ્રદ્ધા અને ભગવાન શ્રીરામ પ્રત્યેના નિષ્કપટ સમર્પણની ગાથા અહીં આવતા બાળકો, યુવાનો અને પરિવારો માટે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો જીવંત સંદેશ આપશે. સરોવરના મધ્યમાં સ્થાપિત થનારી આ ભવ્ય પ્રતિકૃતિ સમગ્ર સ્થળને એક આગવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ આપશે તેમજ સાવરકુંડલામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.આધુનિક સુવિધાઓ સાથેના વિકાસ અને રામાયણના પવિત્ર પ્રસંગ સાથે જોડાયેલી ભારતીય સંસ્કૃતિનો સમન્વય સાવરકુંડલાને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશે.

સરોવરના બીજા તબક્કાના વિકાસ બાદ અહીં બાળકો, યુવાનો અને પરિવારો માટે વિવિધ આકર્ષણો ઊભા થશે. જેના કારણે સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો અહીં મુલાકાતે આવે તેવી સંભાવના છે.

સાવરકુંડલાના વિકાસની સાથે સ્થાનિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાની દિશામાં પંપા સરોવર એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak