શિસ્તબદ્ધ અને કેડરબેઝ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હવે વરલી મટકાના આંકફેરના જુગાર પણ રમાડતા થઈ ગયા છે. અંજારમાથી વરલી મટકાના આંકફેરનો જુગાર રમાડતો ભાજપનો કાર્યકર્તા અને સુચીત હોદ્દેદાર ઝડપાતા હવે આમપ્રજાજનોમાં તો ભાજપની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચી જ રહ્યો છે પરંતુ બીજીતરફ હવે પાર્ટીના સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓમાં પણ ભારે કચવાટ ફેલાવવા પામી રહ્યો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે.
અગાઉ આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સામેલ વધુ એકવાર પોલીસ ચોપડે ચડતા શહેરની રાજનીતીમાં ખળભળાટ
આ બાબતે વિગતે વાત કરીએ તો અગાઉ આત્મહત્યાના દુષ્પ્રેરણના ગુનામા ંઆરોપી બનેલ તથા હાલમાં અંજાર શહેર યુવા ભાજપમાં ચાવીરૂપ હોદ્દા માટે મજબુત દાવેદાર બની ફરનાર વરલી મટકાના આંકફેરનો જુગારમાં પોતપ્રકાશી દીધું હોય તેમ દેખાય છે.
જયારે ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.અંજાર પોલીસની વિગતો અનુસાર વરસામેડી રોડ પર ઓકટ્રોય ચોકી પાસે આવેલ શીતલ પાન સેન્ટરની ઉપરા ભાગે આવેલ ઓફીસમાં એસઓજીએ રેઈડ કરતા ઓફિસમાં પકડાયેલા આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમા મુુબંઈથી નકળતા આંકડાના કોડના વરલી મટકાનો જુગાર રમાડતો હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે આરોપી શકિતસીહ પ્રભાતસીંહ જાડેજાને અટકમા લીધો હતો જયારે અન્ય ત્રણ આરોપીઓ શૈલેન્દ્રસિહ અને ડી.ઠકકર હાથમા આવ્યા ન હોતા. પેાલીસે શકિતસીહ પાસેથી બે મોબાઈલ કી.રૂપીયા 1પ હજાર, રોડકા રૂપીયા 408પ તથા આંકડાનુ સાહિત્ય એમ કુલ્લ રૂં.1908પનો મુદામાલ કબ્જે કર્યો હતો. નાસી ગયેલ શખ્સો સહિત ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

