1038 બોટલ દારૂ, 240 બીયરના ટીન, કાર અને બે મોબાઈલ મળી રૂ.8.53 લાખનો મુદામાલ કબ્જે
ચોટીલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચાણપા ગામના બ્રીજ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂ સહિતનો મુદામાલ કબજે કરી બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ ચોટીલા નેશનલ હાઈવે પર પોલીસે અંદાજે 03 કિલોમીટર દૂર આવેલ ચાણપા ગામના બ્રીજ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 1038 બોટલો કિંમત રૂ.3.13 લાખ, બીયર ટીન નંગ 240 કિંમત રૂ.30,000, બે મોબાઈલ કિંમત રૂ.5000 અને કાર કિંમત રૂ.05 લાખ સહિત ફુલ રૂ.8.53 લાખના મુદામાલ સાથે બે શખ્સો રાજેશકુમાર ગુલાબરામ બીશનોઈ અને સુનિલકુમાર જયકુમાર બીશનોઈ, બન્ને રહે.
રાજસ્થાન વાળાને ઝડપી પાડ્યા હતા. જેમની વધુ પૂરછપરછ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર મુકેશ બીશનોઈ સહિતનાઓની સંડોવણી બહાર આવી હતી. આથી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

