Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચોટીલાના કુંઢડામાં પિતાએ અનાજ દળવાનું કહેતા પુત્રીનો આપઘાત

ચોટીલાના કુંઢડામાં પિતાએ અનાજ દળવાનું કહેતા પુત્રીનો આપઘાત

અબતક 7 hrs ago

પિતાએ કામ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા યુવતીએ બેટરીનું પાણી પી જીવન ટૂંકાવ્યું

ચોટીલા તાલુકાના કુંઢડા ગામમાં પિતાએ સામાન્ય કામ બાબતે ઠપકો આપતા 22 વર્ષીય પુત્રીએ ઝેરી પ્રવાહી પી લેતા ગંભીર હાલતમાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલા તાલુકાના કુંઢડા ગામે રહેતી સપનાબેન કેશુભાઈ ધોળકિયા (ઉં.વ.

22) સવારે 8:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતી. આ સમયે તેના પિતાએ તેને લોટ દળવા માટે જવાનું કહ્યું હતું. પિતાએ કામ બાબતે કહેતા સપનાને માઠું લાગી આવ્યું હતું અને આવેગમાં આવીને તેણે ઘરમાં પડેલું બેટરીનું પાણી પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ કમનસીબે, ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને જ તેણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક સપનાબેનના પિતા ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સપના ઘરે બેઠા બેઠા ઇમિટેશનનું કામ કરતી હતી અને આર્થિક મદદરૂપ થતી હતી. તે બે ભાઈ અને બે બહેનોમાં ત્રીજા નંબરની હતી. દીકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ ચોટીલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતકને પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak