રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી 7 જુગારીને પકડી રોકડ મળી રૂ.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટ રેન્જ પોલીસના આર આર સેલ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી સાત શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. કુલ ₹5.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રાજસીતાપુર ગામમાં કેટલાક શખ્સો એક વાડીની ઓરડીમાં બેસીને જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે છ.છ. સેલની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને જુગાર રમતા સાત શખ્સો મળી આવતા તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં શક્તિસિંહ દિલુભા ઝાલા, સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ બલભદ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા, હિતુભા મોહનસિંહ ઝાલા, પ્રદિપસિંહ ટેમુભા ઝાલા અને રાજુ ભગવાનભાઈ બારૈયાનો સમાવેશ થાય છે પોલીસે સ્થળ પરથી ₹1.89 લાખ રોકડ, અંદાજે ₹15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તથા ₹3 લાખની કિંમતની બોલેરો કાર મળી કુલ ₹5.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

