Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગાંધીધામ : 3.788 કિલો ગાંજા સાથે એમ.પી.નો શખ્સ ઝડપાયો

ગાંધીધામ : 3.788 કિલો ગાંજા સાથે એમ.પી.નો શખ્સ ઝડપાયો

અબતક 1 week ago

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા જફુ ગજ્ઞ ઝજ્ઞ ઉિીલત અભિયાન અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી ગાંજા જેવા નશીલા માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે મળેલી બાતમીના આધારે ઉઇણ-ગ વિસ્તારમાં વોચ ગોઠવી તપાસ દરમિયાન એક ઇસમ પાસેથી અંદાજિત 3.788 કિલો ગાંજો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે રૂ.

1,89,400 હોવાનું જાણવા મળ્યું છે. સાથે મોબાઇલ ફોન, પ્લાસ્ટિકના ખાલી પેકેટ અને આધાર કાર્ડ મળી કુલ રૂ. 1,97,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી બલીન્દ્ર છોટેસિંહ ભટોરિયા (મૂળ મધ્યપ્રદેશ) અને હાજર ન મળી આવેલ આરોપી કાકા નામનો માણસ અને તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવમાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak