સતત હોર્ન નહિ મારવાનું કહેતા કારચાલક પોલીસકર્મી ઉશ્કેરાયો: સાગરીતોને બોલાવી એક્ટિવા ચાલક મહિલા, પતિ અને સંબંધીને ઢીકાપાટુનો માર માર્યો
ગોંડલમાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવો એક બનાવ સામે આવતા ચકચાર મચી છે. રાત્રિના સમયમાં કાર લઈને નીકળેલા કથિત પોલીસમેનને સતત હોર્ન નહિ વગાડવાનું કહેનાર એક્ટિવા ચાલક મહિલા, તેણીના પતિ અને સંબંધી પર પોલીસમેન સહીતની ટોળકીએ હુમલો કરી બેફામ માર માર્યો હતો.
દંપતીને ખૂનની ધમકી આપનાર પોલીસમેન સહીત સાત શખ્સો સસમે ગોંડલ સીટી પોલીસે રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ગોંડલ ભગવતપરા ગેટવાળી શેરી નં.23/14 માં રહેતાં નર્મદાબેન મીથુનભાઈ પરમાર (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે
મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરીયા, કપીલ ચાંડપા, માનવ રાજા ખીમસુરીયા, સની ખીમસુરીયા, રવી દુલા પરમાર, મીલન રાજા ખીમસુરીયા અને ગીલી ડાંગરનું નામ આપતાં પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ છે. તેઓને સંતાનમા એક દિકરો મહેન્દ્ર છે. ગઈ તા.30 ના રાતના આશરે દસેક વાગ્યે તેઓ અને સબંધી રાજકોટના વિશાલભાઇ દાફડા બંને એકટીવા લઈને ઘરેથી નિકળીને ગોંડલ રેલ્વે સ્ટેશન બાજુ જતા હતા. સવા દસ વાગ્યાની આજુબાજુ ગોંડલ માંધાતા સર્કલ પહેલા આવેલ બાબા પાન નામની દુકાન પાસે પહોચતા ત્યા પાછળ એક ફોરવ્હીલ ગાડી આવતી હતી, જે હોર્ન મારતા હતા. જેથી ફોરવ્હીલ વાળાને સાઇડ આપી દિધેલ બાદ ફોરવ્હીલ બાજુમાથી નિકળેલ જેથી તેણીએ જોયેલ તો આ ગાડી તેઓના વિસ્તારમાં રહેતો અને પોલીસમા નોકરી કરતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાલી ખીમસુરીયા ચલાવતા હતા.
તેમજ કારમાં કપીલભાઈ ચાંડપા, જગાભાઈ રાઠોડનો દિકરો બેઠો હતો. જેથી તેને બીન જરૂરી હોર્ન ન મારવાની વાત કરતાં મહેન્દ્ર ઉર્ફે કાલી ગાળો આપવા લાગતાં તેને ગાળો આપવાની ના પાડતા મહેન્દ્રભાઈ તથા કપીલ ચાંડપા ઉશકેરાઈ ગયેલ અને તેઓ બંનેને આડેધડ શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. ત્યારે સામાવાળા સાથે રહેલ જગાભાઇનો દિકરો છુટા પાડતો હતો. જેથી વિશાલભાઈએ તેણીના પતિને ફોન કરીને જાણ કરેલ અને 100 નંબરમા ફોન કરેલ હતો.
આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાલુ ખીમસુરીયા તેના મીત્રોને ફોન કરીને બોલાવતો હતો. થોડીવારમા મહિલાના પતિ તથા દિકરો આવી ગયેલ હતા. મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરીયાએ બોલાવેલ શખ્સો જેમા માનવ ખીમસુરીયા, ગીલી ડાંગર, શની ખીમસુરીયા, રવી પરમાર તથા મિલન પરમાર ઘસી આવેલ અને ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી અને તેણીના પતિ તેમજ સાથેના વિશાલભાઈ દાફડાને માર મારવા લાગેલ હતાં.
દરમિયાન 112 પોલીસની ગાડી ત્યાથી નિકળતા તેણીએ તેઓની ગાડી ઉભી રખાવેલ અને તેઓની પાસે પોલીસ મદદ માંગેલ 112 પોલીસ વાળાએ તેઓને વધુ મારમાથી બચાવેલ અને આ પોલીસ વાળા તેના મોબાઇલ ફોનમા વિડીયો ઉતારતા હતા તે મોબાઇલ ફોન આ લોકોમાથી કોઇકે આંચકીને નિચે પછાડી તોડી નાખેલ હતો બાદ આ બધા લોકો ત્યાથી જતા રહેલ અને જતા જતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાલુ ખીમસુરીયાએ ઘમકી આપલે કે, આ વખતે તો તમો બચી ગયા બીજીવાર સામા મળશો તો જાનથી મારી નાખીશ. જે બાદ ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડેલ હતાં.
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
'ખાખીધારી'એ 'ખાખી'નું સન્માન ન જાળવ્યુ: જનરક્ષકનો મોબાઈલ આંચકી જમીન પર ફેંકી તોડી નાખ્યો
ગોંડલમાં મહિલા, તેના પતિ અને સંબંધીને માર મારનાર કથિત પોલીસમેને ખાખીનું પણ સન્માન જાળવ્યું ન હતું. મારામારીને પગલે પીસીઆર ટીમ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન કથિત પોલીસમેન આણી ટોળકીએ જનરક્ષક પીસીઆરનો સરકારી ફોન આંચકી તોડી નાખ્યો હતો.
બનાવ અંગે ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ચાવડાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચારેક મહીનાથી ફરજ બજાવે છે.
ગઇ તા.30 ના તેઓ ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ગાડી જીજે-18-બીડબ્લ્યુ-2775 ના ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતાં ત્યારે રાતના આશરે સવા દસેક આજુબાજુ જનરક્ષક એપમાં સાંઢિયાપુલ પાસે આવેલ અવસર રેસીડેન્સીની ઇવેન્ટ પડેલ હોય જેથી તેઓ અને 112 જનરક્ષક ગાડીના ડ્રાઇવર રવિભાઇ લાંબરીયા બન્ને બી.ડીવીઝન પોલીસ સ્ટેશનથી અમારી 112 જનરક્ષક ગાડી લઇ સાંઢિયા પુલ તરફ જવા નીકળેલ અને ગાડી માંધાતા સર્કલથી આગળ મોવીયા ચોકડી તરફ જતા રોડ પર બાબા પાન નામની દુકાન પાસે પહોચેલ તો ત્યા રસ્તા પર લોકોનું ટોળુ ભેગુ થયેલ હતુ.
ત્યાં સાત આઠ લોકો સામ સામે મારામારી કરતા હતા. જેથી 112 જનરક્ષક ગાડી ત્યાં ઉભી રાખેલ અને તેઓ નીચે ઉતરેલ અને મારામારી કરતા લોકોને છુટ્ટા પાડતો હતો. આ મારામારી કરતા લોકોમાં એક વ્યક્તિ પોલીસ ખાતામાં નોકરી કરતા મહેન્દ્ર ખીમસુરીયા હતો. આ મારામારી કરતા લોકો છુટ્ટા પડતા ન હોય અને ત્યાં જોવા માટે લોકોના ટોળા એકઠા થઇ ગયેલ હોય જેથી પર્સનલ મોબાઇલમાંથી ગોંડલ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મદદ તથા મારામારીના બનાવ અંગે જાણ કરતો હતો.
તેમજ જનરક્ષક ગાડીના ડ્રાઇવર રવિભાઈને 112 જનરક્ષક ગાડીમાં ફાળવેલ સરકારી મોબાઇલમાં જનરક્ષક એપમાં આવેલ ઇવેન્ટમાં સમયસર સ્થળ પર પહોંચી શકાય તેમ ન હોય જેથી સ્થળ પર પહોંચવામાં શા માટે મોડુ થયુ તેની સાબિતિ માટે વીડીયો ઉતારવા માટે કહેલ હતુ. જેથી રવિભાઈ સરકારી મોબાઇલમાં મારામારીનો વીડીયો ઉતારતા હતા ત્યારે
રવીભાઇએ પાસે આવી કહેલ કે, હુ સરકારી મોબાઇલમા વિડીયો ઉતારતો હતો તે મોબાઇલ ફોન મારામારી કરતા લોકોમાંથી એક અજાણ્યો શખ્સે લઇને તુ અમારો વીડીયો કેમ ઉતારે છે તેમ કહીને મોબાઇલ નિચે જમીન પર પછાડીને તોડી નાખેલ છે. દરમિયાન ગોંડલ સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં આવી જતા આ મારામારી કરતા લોકો ત્યાંથી ભાગી ગયેલ હતા.
ખૂનની ધમકી આપનાર મહેન્દ્ર ખીમસુરીયા સહીત સાત શખ્સો સામે રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો

