Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલના ગુંદાળા ગામે માતા-પિતાએ ઠંડા કલેજે યુવાન પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો

ગોંડલના ગુંદાળા ગામે માતા-પિતાએ ઠંડા કલેજે યુવાન પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો

અબતક 3 months ago

પુત્રની દારૂ પીવાની ટેવથી કંટાળી દંપતીએ પ્રથમ બળજબરીપૂર્વક એસિડ પીવડાવ્યું: યુવાને દેકારો કરતા ગળાટુંપો આપી હત્યા નીપજાવી દીધી

ગોંડલણા ગુંદાળા ગામે માતા-પિતાએ સાથે મળી ઠંડા કલેજે પુત્રની હત્યા નીપજાવી દીધાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પુત્રની દારૂ પીવાની ટેવથી કંટાળી માતા-પિતાએ પુત્રને એસિડ પીવડાવી ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી માતા-પિતાની ધરપકડ કરી હતી.

ગોંડલના ગુંદાળા ગામે પટેલ શેરીમાં રહેતા 20 વર્ષીય મહિલા બંશીબેન રામભાઈ બાંભવાએ આરોપી તરીકે સાસુ મનીષાબેન ઉર્ફે મોતીબેન બાબુભાઇ બાંભવા અને સસરા બાબુભાઇ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવાનું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 103(1), 123, 54 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તા.12-02-2026 ના રોજ મારા લગ્ન ગુંદાળા મુકામે રહેતા રામભાઈ બાબુભાઇ બાંભવા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલ હતા. મારા પતિ અવાર નવાર દારૂ દારૂ પી ઘરે આવતા હોય અવાર નવાર મારા સસરા સાથે નાના-મોટા કજીયા થયા કરતા હતા.

ગઇ તા.29/06/2026 ના રોજ હું તથા મારા પતિ બન્ને સાંજે પાંચ વાગ્યાની આસપાસ અમારૂ એકટીવા લઇ મારા પિયર ઘોઘાવદર ગામે આટો મારવા ગયેલ હતા. અમે મારા મોટાબાપુ રામભાઇને ત્યા જમવાનુ હોય જેથી તેમના ઘરે હતા. મારા પતિ મારા પિતાના ઘરે હતા. મારા પતિ દારૂ પી ઘરે આવતા મારા પિતાને ખબર પડતા બોલાચાલી થયેલ હતી. જેથી મારા પિતાએ મારા સસરાને ફોન કરી તમારો દીકરો રામ દારૂ પી અમારા ઘરે ખેલ કરે છે તેમ વાત કરી, રામને તેડી જવા જણાવ્યું હતું. જેથી થોડીવારમાં મારા સસરા અમારા ઘરે આવી પતિને કહેલ કે, તું આપણા ઘરે તો દારૂ પી ખેલ કરશ જ… પણ અહીં તો શાંતી રાખ… તેમ કહી ગુસ્સો કરેલ હતો અને બાદમાં મારા પતિને તેડીને જતા રહેલ હતા.

ગઇ તા-01/07/2026 ના રોજ હુ મારા પિતાના ઘરે ઘોઘાવદર ગામે હતી. ત્યારે મારા પિતાએ વાત કરેલ કે જમાઇ (રામભાઇ)એ એસીડ પી જતા મરણ ગયેલ છે. જેથી હું તથા મારા માતા-પિતા, કાકા તમામ ગુંદાળા ગામે મારા સાસરિયે દોડી ગયેલ હતા. ત્યાં પહોંચતા પતિની લાશનું પોસ્ટમોર્ટમ થઇ ગયું હોય અંતિમવિધિ કરી નાખી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે, બાદ બનાવ બાબતે મારા મોટા સસરા ઘુઘાભાઇ એ વાત કરેલ કે, ગઇ તા-30/6/2026 ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ રામ દારૂ પી ઘરે આવી તમારા સસરા સાથે માથાકુટ કરતો હતો. જેથી બાપ-દીકરાને માથાકુટ થતા ઝપાઝપી થયેલ હતી. જેથી તમારી સાસુએ એસીડની બોટલ આપતા બંનેએ તમારા પતિને એસિડ પીવડાવી દીધું હતું. જેથી રામએ દેકારો કરતા મારા દીકરા બાબુભાઇએ રામને મોઢે ડૂમો દઈ દેતાં રામ મરણ ગયેલ હતો. બાદ મારા સાસુ-સસરાએ કહેલ કે, જે કંઇ થયુ છે તે વાત બહાર ન જાય, નહીતર આપણા બધાની આબરૂ જશે અને ગામમાં વાતો થશે, જેથી આ વાત અહીં જ ડામી દઈએ.

મહિલાએ સમગ્ર મામલે પોતાના માતા-પિતાને મળી બનાવ બાબતે વાતચીત કરી ફરીયાદ કરવાનુ નક્કી કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદ કરવા પોલીસ મથકે જતાં મહિલાને જાણવા મળેલ કે, તેના પતિને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેવાયાનું પીએમ રિપોર્ટમાં તબીબે જાહેર કર્યું છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ યુ આર ડામોરની ટીમે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી પુત્રની હત્યા નીપજાવી દેનાર માતા-પિતાની ધરપકડ કરી હતી.

બીજા દિવસે યુવાને ફરી નશો કરતા પિતા સાથે માથાકૂટ – ઝપાઝપી થઇ: બંનેએ સાથે મળી સંતાનને કાયમી માટે શાંત કરી દીધો

ગોંડલ તાલુકા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી માતા-પિતાની ધરપકડ કરી

યુવાને આપઘાત કરી લીધાની પરિવારે સ્ટોરી ઘડી'તી: ફોરેન્સિક પીએમમાં હત્યા થયાનું ખુલ્યું

ગત તા.30 જૂનના રોજ માતા-પિતાએ ઠંડા કલેજે પુત્રને પતાવી દીધા બાદ પુત્રએ આપઘાત કરી લીધાની પરિજનોએ ખોટી સ્ટોરી ઘડી હતી. પરિજનોએ પ્રથમ પોલીસને એવુ નિવેદન આપ્યું હતું કે, ગત તા.30 ના રોજ પુત્રના રૂમનો દરવાજો બંધ હોય તે ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો ન હતો. બાદ પરિવારજનોએ દરવાજો તોડી અંદર જતાં પુત્ર પલંગ પર બેભાન હાલતમાં પડેલ હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જતાં તબીબે મૃત જાહેર કરી દીધો હતો તેમ માતા-પિતાએ જણાવ્યું હતું. જો કે, પોલીસ અને તબીબને બનાવ શંકાસ્પદ જણાતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા તેમાં ગળાટુંપો દઈ હત્યા કરવામાં આવ્યાનું ખુલવા પામ્યું હતું.

તું આપણા ઘરે તો દારૂ પી ખેલ કરશ જ, પણ અહીં તો શાંતી રાખ: દારૂના નશામાં યુવાને સાસરિયામાં માથાકૂટ કરતા પિતા ગુસ્સે ભરાયા'તા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak