Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલની પરિણીતાને પતિએ નળી વડે માર માર્યો, સાસરિયાઓ મારકૂટમાં સાથ આપ્યો

ગોંડલની પરિણીતાને પતિએ નળી વડે માર માર્યો, સાસરિયાઓ મારકૂટમાં સાથ આપ્યો

અબતક 6 days ago

ગન્ના દોઢ વર્ષ બાદ જ પતિ અવાર નવાર માથાકુટ કરી ઘરમાંથી કાઢી મુકતો: સાસુ, જેઠ-જેઠાણી પણ માનસિક ત્રાસ આપતાં

ગોંડલની પરિણીતાને પતિ અવાર નવાર મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુકતો હતો. સાથોસાથ સાસરિયાઓ બેફામ ગાળાગાળી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. આટલેથી નહિ અટકતા પરિણીતાને પિયરેથી ફોન આવતા તું કોની સાથે રૂમ બંધ કરીને વાત કરતી હતી તેમ કહી પતિએ પાણી ભરવાની નળી વડે માર માર્યો હતો.

જયારે સાસુ, જેઠ-જેઠાણીઓએ હજી મારો કહી ગાળો ભાંડી હતી. જે મામલે અંતે પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગોંડલના ભગવતપરા શેરી નં. 15/13 માં રહેતી 32 વર્ષીય પરિણીતા મનિષાબેન પાટડીયાએ આરોપી તરીકે પતિ હરેશભાઇ ગોબરભાઈ પાટડીયા, સાસુ લીલાબેન, જેઠ હિતેષભાઇ અને પરેશભાઈ અને જેઠાણી અસ્મિતાબેનનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા લગ્ન તા-30/01/2012 ના રોજ સામાજીક રીત રીવાજ મુજબ થયેલ હતા. મારે સંતાનમા એક દિકરો રોહન (ઉવ 12) અને એક દિકરી આરાધ્યા (ઉવ 07) છે. અમે પતિ-પત્ની, સાસુ, મોટા જેઠ-જેઠાણી હિતેષભાઇ અને સંગીતાબેન તેમજ નાના જેઠ-જેઠાણી પરેશભાઈ અને અસ્મિતાબેન સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ.

પરિણીતાએ જણાવ્યું હરું કે, લગ્ન બાદ દોઢ વર્ષ સુધી પતિએ મને સરખી રીતે રાખેલ હતી. બાદ અવાર નવાર પતિ કોઇપણ બહાને મારી સાથે ઝગડો કરી મને ઘરની બહાર કાઢી મુકતા હતા. જેથી અને હું મારા ઘરે વિંછીયા આવતી રહેતી હતી. પછી પતિ મને પરત તેડી જતાં હતા. પતિ આજ દિવસ સુધી અવાર નવાર ગાળાગાળી કરી શરીરે ઢીકાપાટુનો મારા માર્યા કરતા અને અવાર નવાર ઝઘડો કરી મને ઘરમાથી બહાર કાઢી મુકતા હતા. તેઓ મને કહેતા હતા કે, તુ મને ગમતી નથી, તુ તારા પિતાના ઘરે જતી રહે, તુ મને જોઈતી નથી કહી મને અવાર નવાર શારીરી- માનસીક ત્રાસ આપતા હતા. તેઓ અવાર નવાર મને ગાળો આપી મુંઢમાર મારતા હતા. મારા પતિ તથા સાસુ,, જેઠાણી, જેઠ અવાર નવાર મને કોઇપણ વાતે ગાળો આપતા હોય બધુ મે આજદીન સુધી મુંગા મોઢે સહન કરેલ હતુ. તેઓ અવાર નવાર મને ટોર્ચર કરતા હતા અને કહેતા કે, તને રસોઈ બનાવતા આવડતી નથી, તે આવીને મારી જીંદગી બરબાદ કરી છે, તુ તારા પિતાની ઘરે જતી રહે તેમ કહી માનસીક ત્રાસ ગુજારતા હતા.

ગત તા-27/06/2026 ના રોજ મને પતિએ માર મારેલ હોવાથી હું મારા ઘરે વિંછીયા આવતી રહેલ હતી. બાદ મને શરીરમા વધારે દુખાવો થતો હોય જેથી હું તા.30/06/2026 ના રોજ વિંછીયા સરકારી દવાખાને સારવારમા ગયેલ હતી. બાદ વિંછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પરિણીતાએ જણાવ્યું હતું કે, ગઈ તા-27/06/2026 ના રોજ સવારે સાડા દસ વાગ્યે હું અને મારા સાસરિયા ઘરે હાજર હતા. જયારે મારા પતિ હરેશભાઇ અને નાના જેઠ પરેશભાઇ ગોંડલ ખાતે આવેલ અમારી વાડીએ સવારના સાડા સાત વાગ્યાના આસપાસ જતા રહેલ. જે બાદ અમે બધા અમારૂ કામ કરતા હતા. અમારે બે માળનુ ઘર હોય જેમા નીચે ત્રણ રૂમ તેમજ ઉપરના ભાગે ચાર રૂમ આવેલ છે. જેમાથી મારે નીચેના ભાગે આવેલ મારા રૂમમા આવેલ ન્હાવાની ચોકડી હોય જેમા ન્હાવા જવાનુ હોય જેથી મે મારા રૂમનો દરવાજો બંધ કરેલ હતો. પરંતુ તે જ સમયે મારા ફોનમા મારા પિયરના સંબંધીનો ફોન આવેલ જેથી હું ફોનમા વાત કરતી હતી. તે સમયે મારા જેઠાણી અશ્મીતાબેને મારા પતિને ફોન કરીને કહેલ કે, તમારી પત્નિ કોઇક જોડે રૂમ બંધ કરીને ફોનમા વાત કરે છે, તમે જલદી આવો. જે બાદ થોડી જ વારમા પતિ ઘરે આવી ગયેલ અને મારા પતિએ આવીને તરત જ મારો ફોન લઈ લીધેલ અને કોની સાથે વાત કરતી હતી તેમ કહીને મને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. બાદ નજીકમા પડેલ પ્લાસ્ટિકની નળી વડે જેમ ફાવે તેમ મારવા લાગેલ હતા. દરમિયાન સાસુ રૂમમાં દોડી આવેલ અને કહેવા લાગેલ કે, આને મરી જાય ત્યાં સુધી માર માર્યા જ રાખો, જે અવાજ સાંભળીને થોડીવાર પછી મારા નાના જેઠાણી અસ્મીતાબેન કપડા ધોતા હોય તેઓ ઓણ આવી ગયેલ અને મને ગાળો આપવા લાગેલ હતા. થોડીવારમાં બંને જેઠ પણ આવી ગયેલ હતા અને તેઓ પણ ગાળો આપતાં હતા.

બાદ પતિએ મારા પિતા હિમ્મતભાઈને ફોન કરી કહેલ કે તમારી છોકરીનો વાંક છે, એટલે તમે બધા તમારી નાતના લોકોને લઇને આવો અને તમારી દીકરીને લઈ જાવ. જે બાદ મારા સાસુ ફોનમા મારા પિતાને કહેવા લાગેલ કે તમારી છોકરીને તેડવા આવો, જે બાદ તેને શેરીમા કપડા કાઢીને માર મારવો છે. જેથી મારા પિતાએ કહેલ કે મારી દિકરીને માર ન મારતા અમે તેને લેવા આવીએ છીએ. જે બાદ આશરે સાડા ચાર વાગ્યે મારા ભાઈ-ભાભી સહિતના મને તેડવાં આવેલ હતા. ત્યા સુધી સાસરિયાઓએ

મને એક જ જગ્યાએ અર્ધબેભાન અવસ્થામા બેસાડી રાખેલ અને મને જમવાનુ પણ આપેલ નહિ. જે બાદ મારા ભાઇઓ સાથે હું મારા ઘરે વિંછીયા આવતી રહેલ હતી.

જે મામલે પરિણીતાએ અંતે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પિયરેથી ફોન આવતા તું કોની સાથે રૂમ બંધ કરીને વાત કરે છે કહી પતિ તૂટી પડ્યો : આ મરે નહિ ત્યાં સુધી મારજે કહી સાસુએ ચડામણી કરી, અન્ય તમામે ગાળો ભાંડી, અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak