અબતક
248k Followersસલાયામાં અજમેરથી આવેલી મહિલાએ ૭ લોકોને સંક્રમિત કર્યાનું ખુલ્યું: જિલ્લામાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૧૨ થયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના બોમ્બ ફુટયો છે જેમાં એક સાથે ૭ પોઝીટીવ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાતેય કેસ સલાયા ગામના છે જે તમામ પહેલેથી કવોરન્ટાઈન કરાયેલા હતા. આ નવા ૭ કેસથી જિલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૧૨ ઉપર પહોંચ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો લાંબા સમયથી પોઝીટીવ રહ્યો હતો પરંતુ આ સલામતી લાંબો સમય સુધી ટકી નથી. જિલ્લામાં અગાઉ બેટ દ્વારકાની એક મહિલા અને એક પુરુષ કોરોના પોઝીટીવ નીકળ્યા હતા ત્યારબાદ તેમની સાથે જ અજમેર ગયેલી સલાયાની મુસ્લિમ પ્રૌઢાની પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
રાત્રે ૧૨:૩૦ વાગ્યા આસપાસ જામનગર લેબોરેટરીમાંથી ૭ વ્યકિતનાં પોઝીટીવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પટેલ દ્વારા તેમની ટીમ સાથે આ તમામ ૭ લોકો કે જે કોરોન્ટાઈન ફેસીલીટીમાં હતા તેમણે સરકારી હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા અને તુરંત તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ દરમિયાન એક દિવસે ૫૦ અને બીજા દિવસે ૮૦ એમ કુલ ૧૩૦ સેમ્પલ જામનગરથી લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમાં ૭ સલાયા અને ૧ બેટ દ્વારકા આમ કુલ ૮ પોઝીટીવ દર્દી હોવાનું જાહેર થયું છે જોકે એક દર્દી જામનગર સારવારમાં હોય જિલ્લાનાં કુલ કોરોનાગ્રસ્તોનો આંક ૧૨ પહોંચે છે. ઉલ્લેખનીય છે કે નાના એવા સલાયા ગામમાં અગાઉ એક મહિલા પોઝીટીવ નીકળતા આખુ ગામ સ્વયંભુ બંધ થઈ ગયું હતું તેમાં પણ હવે વધુ ૭ કેસો પોઝીટીવ આવતા નાના એવા ગામમાં સોપો પડી ગયો છે.
સાતેય પોઝીટીવ દર્દી કવોરન્ટાઈન ફેસીલીટીમાં હોવાથી જોખમ ઘટયું
સલાયાનાં સાતેય કોરોના પોઝીટીવ દર્દી પહેલેથી જ કવોરન્ટાઈન ફેસીલીટી ખસેડાયા હતા અગાઉ આજ ગામની એક મહિલા અજમેરથી આવી હોય અને તેને કોરોના પોઝીટીવ આવતા તેમનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને આરોગ્ય તંત્ર દ્વારા કવોરન્ટાઈન ફેસીલીટીમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી સાત દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જોકે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ સાવચેતી રાખવામાં આવી હોય પોઝીટીવ દર્દીઓ કોરોન્ટાઈન હોવાથી જોખમ ટળ્યું છે.
રાજકોટમાં કોરોના શંકાસ્પદ અમરેલીની યુવતીનું મોત
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે ગઈ કાલે જેતપુરના યુવાન અમદાવાદ હૃદયની સારવાર માટે ગયા બાદ તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ગઈ કાલે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ગઈ કાલે અમરેલીથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી ૨૮ વર્ષની યુવતીને કોરોનાના લક્ષણો જણાવતા તેને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ મેળવી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને ગઈ કાલે રાતે ક્રાઈસ્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા તેમની તમામ ગતિવિધિ કોરોના પોઝિટિવ તરીકે કરી રામનાથપરા સ્મશાન ખાતે આ અંતિમવિધિ કરવામાં આવી હતો. જ્યારે આજ રોજ તેનમો રિપોર્ટ આવ્યા બાદ યુવતી કોરોનાગ્રસ્ત હતી કે કેમ તેની જાણકારી મળી રહેશે.
તમામ દર્દીઓમાં લક્ષણો ન દેખાતા આરોગ્ય તંત્ર પણ મુંઝવણમાં મુકાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં સલાયા ગામમાંથી જે ૭ કોરોનાનાં દર્દી નોંધાયા છે તે તમામ કોરોનાનાં લક્ષણો વગરનાં છે. આ તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ કે ગળુ દુખવા જેવી એક પણ સમસ્યા ન હતી છતાં તેઓને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે જોકે દર્દીઓમાં લક્ષણ જોવા ન મળવાની ઘટના આરોગ્ય તંત્ર માટે પડકારરૂપ બનવાની છે.
આખરે અમરેલીની પણ વિકેટ ખરી પડી: કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો
છેલ્લા ઘણા સમયથી કોરોનામુકત રહેલા અમરેલી જિલ્લાની પણ આજે વિકેટ ખરી પડી છે. અત્યાર સુધી રાજયમાં એકમાત્ર અમરેલી જિલ્લામાં જ કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ આજરોજ અમરેલી જિલ્લો પણ કોરોનાગ્રસ્ત થઈ ગયો છે.
જિલ્લાનાં ટીંબલા ગામનાં ૭૫ વર્ષનાં વૃદ્ધા કે જે સુરતથી પોતાના વતન આવ્યા હતા તેઓને કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વૃદ્ધાને સારવાર આપનાર ૩ તબીબોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
ઉપરાંત તેઓએ જે ખેડુત તાલીમ કેન્દ્રમાં સારવાર લીધી હતી તેને બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ આરોગ્યતંત્ર દ્વારા આ વૃદ્ધા કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ ચલાવવામાં આવી રહી છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: AbTak