Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હડમતાળાની ફેક્ટરીનો લોખંડ સ્ક્રેપનો વજન ઓછો બતાવી રૂ.1.92 લાખની ઠગાઈ

હડમતાળાની ફેક્ટરીનો લોખંડ સ્ક્રેપનો વજન ઓછો બતાવી રૂ.1.92 લાખની ઠગાઈ

અબતક 1 week ago

જનકાંટા પર કામ કરતા કર્મચારીએ ડાયમંડ ટ્રેડર્સ પેઢીના માલિક આણી ટોળકી સાથે મળી છેતરપિંડી આચરી

કોટડાસાંગાણીના હડમતાળા જીઆઈડીસીમાં આવેલી સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી ફેક્ટરીના કર્મચારીએ અન્ય કંપનીના માલિક સહીતની ટોળકી સાથે મળી પેઢી સાથે છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે. લોખંડ સ્ક્રેપ ખરીદતી પેઢી સાથે મળી કંપની કર્મચારીએ સ્ક્રેપનો વજન ઓછો બતાવી રૂ.

1.92 લાખની ઠગાઈ આચરતા કોટડાસાંગાણી પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મૂળ અમદાવાદના રહેવાસી અને હાલ રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પુનિતનગર ચોક નજીક કૃતિ ઓનેલા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. એ-504અ રહેતા 38 વર્ષીય યુવાન પ્રદીપકુમાર રામનિવાસ શર્માએ આરોપી તરીકે નિશારશાહ ઉર્ફે બાબુભાઇ (ડાયમંડ ટ્રેડર્સ રહે. રાજકોટ), કમલેશ ટમટા, જાહિદ શાહ અને અફરોઝ શાહનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું હડમતાળા જી.આઈ.ડી.સી.માં આવેલ સ્ટાર પાઈપ ફાઉન્ડ્રી ઇન્ડીયા પ્રા.લી. માં પોણા બે વર્ષથી એચ.આર. એન્ડ એડમીન તરીકે નોકરી કરૂ છુ. અમારી કંપનીમાથી નીકળતા લોખંડના સ્ક્રેપને અમે વેચી નાખીએ છીએ. પાંચેક વર્ષથી આ લોખંડનો સ્ક્રેપ નીશારશાહ ઉર્ફે બાબુભાઈ (ડાઇમન્ડ ટ્રેડર્સ)ને વેચીએ છીએ. નીશારશાહના સુપરવાઈઝર જાહીદ શાહ તથા ડ્રાઈવર અફરોજ શાહ અમારી કંપનીમાં ગાડી લઈને લોખંડનો સ્કેપ લઈ જતા હોય છે. તેમજ આ લોખંડનો સ્ક્રેપ ભરવા આવતા પહેલા તેમજ લોખંડનો સ્ક્રેપ ભર્યા પછી અમારી કંપનીના વજન કાંટા પર વજન કર્યા પછી લઈ જતા હોય છે. આ વજન કાંટા પર છેલ્લા એકાદ વર્ષથી કમલેશ ટમટા નામનો વ્યક્તિ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.

યુવાને જણાવ્યું હતું કે, ગઇ તા.12/05/2026 ના રોજ હુ મારા ડીપાર્ટમેન્ટમાં મારૂ રૂટીન કામ કરતો હતો. સવારના આશરે અગિયાર વાગ્યે મને અમારી કંપનીમા એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમા કામ કરતા અક્ષયભાઇ રાઠીનો ફોન આવેલ કે, તમે મેઇન ગેઇટ ઉપર આવો, મારે તમારૂ કામ છે. જેથી હુ ત્યા ગયેલ તો તેમણે મને વાત કરેલ કે, ડાઇમન્ડ ટ્રેડર્સના સુપરવાઈઝર જાહીદ શાહ તથા ડ્રાઈવર અફરોજ શાહએ તેમની ગાડી જેના રજી નં-જીજે-03-બીવાય-5601 લઇને આવી આપણી કંપનીમાંથી લોખંડનો સ્ક્રેપ ભરેલ છે અને તેનો આપણી કંપનીના વજનકાટો કરતા કમલેશ ટમટાએ વજનકાટામા વજન કરતા તેનુ ગાડી સહીતનુ વજન 3360 કિગ્રા વજન થયેલ છે પરંતુ ગાડીમા વધારે સ્ક્રેપ ભર્યો હોય તેવી મને શંકા છે. જેથી અમે લોખંડનો સ્ક્રેપ ભરેલ ગાડીનો ફરીથી વજન કરાવતા ગાડી સહીતનું 7090 કિગ્રા થયેલ હતુ. બાદ જાહીદ શાહ તથા ડ્રાઈવર અફરોજ શાહને પુછતા તેમણે કહેલ કે તમારી કંપનીના વજનકાંટામાં કામ કામ કરતો કમલેશ ટમટા અમારી સાથે મળેલ છે અને તેને વજનકાંટામા ખોટો વજન કરી આ ઓછો વજન બતાવેલ છે, જેના અમે તેને ભાગે પડતા વધારાના લોંખડના સ્ક્રેપના વેચાણના ભાગે પડતા રૂપીયા આપીએ છીએ તેમ વાત કરેલ હતી. જેથી આ બાબતની જાણ ડાઇમન્ડ ટ્રેડર્સના માલીક નીશારશાહ ઉર્ફે બાબુભાઈને કરતા તેણે અમારી કંપનીના અક્ષય રાઠીને કહેલ કે તે મારી ગાડી પકડાવી છે, તું કંપનીની બહાર આવ તને પુરો કરી નાખવાનો છે કહી મારી નાખવાની ધમકી આપેલ હતી.

જેથી ફરિયાદીની કંપનીમાં વજનકાંટા પર કામ કરતો કમલેશ ટમટાએ ડાયમંડ ટ્રેડર્સના માલિક નિશારશાહ, તેના સુપરવાઇઝર જાહિદ શાહ, ડ્રાયવર અફરોઝ શાહ સાથે મળી લોખંડ સ્ક્રેપ ભરેલી ગાડીનો 3360 કિલોગ્રામ વજન બતાવી અન્ય 4820 કિલોગ્રામ સ્ક્રેપ જેની કિંમત રૂ. 1,92,800 ની ઠગાઈ આચરતા યુવાને ચારેય શખ્સો વિરુદ્ધ કોટડાસાંગાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ચોરી પે સીનાજોરી: વજનમાં ઘાલમેલ અંગે એચ.આર.ને જાણ કરનાર એકાઉન્ટ વિભાગના કર્મચારીને ખૂનની ધમકી પણ આપી, ગુનો નોંધાયો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak