Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હળવદ : બુટલેગર મયુર ઉર્ફે કાળી પાસા હેઠળ ડિટેઈન

હળવદ : બુટલેગર મયુર ઉર્ફે કાળી પાસા હેઠળ ડિટેઈન

અબતક 1 week ago

ળવદ પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા મયુરસિંહ ઉર્ફે કાલી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ થતાં પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઈ રાઠોડ રહે. સુખપર તા.હળવદ વાળા સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.

ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા આરોપીને ઝડપી પાડવા માટે હળવદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak