menu
સાંજ સમાચારવર્લ્ડ

ચંદ્ર પર ધાર્યા કરતા વધુ પાણી! નાસાનું નવુ સંશોધન

27 October 2020, 6:08 pm

વોશિંગ્ટન, તા.27
ચંદ્રએ પૃથ્વીનો સૌથી નજીકનો ઉપગ્રહ છે તે કવિઓ અને વૈજ્ઞાનિક સહિત આમજનતા રસનો વિષય રહ્યો છે, વર્ષ 1969માં સૌ પ્રથમવાર અમેરિકાના અવકાશ યાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો હતો ત્યારથી ચંદ્ર પર વસવાટ કરવાનું સપનું માનવ સેવતો આવ્યો છે પરંતુ જીવવા માટે હવા પાણી, વાતાવરણનો ચંદ્ર પર અભાવ છે.


ચંદ્ર પર પાણીની ખોજ દાયકાઓથી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ભારતના ચંદ્રયાન-1એ ચંદ્ર પર પાણીની હાજરી હોવાનું નોંધ્યું હતું હવે અમેરિકાની જાણીતી અંતરિક્ષ એજન્સી નાસાએ પણ ચંદ્રની ઠંડી બાજુઓ પર અગાઉના અનુમાનોની તુલનામાં વધારે પાણી હોવાનું જાહેર કર્યું છે. અગાઉના અનુમાનોથી 20 ટકા વધુ જગ્યા પર પાણીના પ્રમાણ મળ્યા છે, અલબત્ત આ પાણી અણુના સ્વરૂપમાં મળ્યું છે.

Loading...

No Internet connection

Link Copied