ફૂટબોલના ઇતિહાસમાં 'નંબર 10' માત્ર એક અંક નથી, પણ રમતની સર્વોચ્ચ પ્રતિભા અને નેતૃત્વનું પ્રતીક છે. આર્જેન્ટિનાના રોઝારિયો શહેરના એક સામાન્ય બાળકની દુનિયાના શ્રેષ્ઠ નંબર 10 બનવા સુધીની સફર રમત જગતની સૌથી પ્રેરણાદાયી વાર્તા છે.24 જૂન 1987ના રોજ જન્મેલા લાયોનેલ મેસીમાં બાળપણથી જ બોલ સાથેનો અદ્ભુત જાદુ હતો. પરંતુ 9 વર્ષની ઉંમરે તેમને 'હ્યુમન ગ્રોથ હોર્મોનની બીમારીનું નિદાન થયું, જેના કારણે તેમનો શારીરિક વિકાસ અટકી ગયો.
સ્થાનિક ક્લબો આ મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવી શકી નહીં. 13 વર્ષની ઉંમરે મેસી સ્પેનની બાર્સિલોના ક્લબ પહોંચ્યા. બાર્સાના સ્કાઉટ્સે તેમની ક્ષમતા જોઈને કાગળના નેપકિન પર જ કરાર કર્યો અને સારવારનો તમામ ખર્ચ ઉપાડ્યો.બાર્સિલોનામાં શરૂઆતમાં મેસી 30 અને 19 નંબરની જર્સી પહેરતા હતા. તે સમયે ટીમનો મુખ્ય નંબર 10 બ્રાઝિલનો મહાન ખેલાડી રોનાલ્ડિન્હો હતો. રોનાલ્ડિન્હોએ નાના મેસીને પોતાના ભાઈની જેમ સાચવ્યા અને માર્ગદર્શન આપ્યું. 2008માં રોનાલ્ડિન્હોએ ક્લબ છોડતી વખતે પોતાની સુપ્રસિદ્ધ 10 નંબરની જર્સી મેસીને સોંપી. ત્યારબાદ કોચ પેપ ગાર્ડિયોલાએ મેસીને 'ફોલ્સ નાઈન' ની ભૂમિકા આપીને વિશ્વ ફૂટબોલ પર એકચક્રી શાસન સ્થાપિત કરાવ્યું.આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાં 2008-09 દરમિયાન કોચ ડિએગો મેરાડોનાએ પોતાના વારસદાર તરીકે મેસીને 10 નંબરની જર્સી આપી. દેશ માટે ટ્રોફી ન જીતવાના આક્ષેપો વચ્ચે પણ મેસીએ હાર ન માની. તેમણે આર્જેન્ટિના માટે 207 મેચોમાં 125 ગોલ કર્યા અને દેશને 2021 તથા 2024ની કોપા અમેરિકા તેમજ 2022નો ફિફા વર્લ્ડ કપ અપાવ્યો. 2026ના વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય સફર પૂર્ણ કરનાર મેસીના આ 10 નંબરના વારસાને આગળ ધપાવવા હવે નિકો પાઝ, થિયાગો અલમાડા અને લૌતારો માર્ટિનેઝ જેવા યુવાનો રેસમાં છે.
મેસ્સીની પ્રેરણાદાયી સફર ફૂટબોલ ઇતિહાસમાં અમર રહેશે
પેલે અને મેરાડોના પછી મેસીએ 10 નંબરની જર્સીને પોતાની અદ્ભુત ડ્રિબલિંગ, પ્લેમેકિંગ અને વિઝનથી એક નવી ઊંચાઈ આપી. આજે ભલે તેઓ ઇન્ટર મિયામી ક્લબ તરફથી રમી રહ્યા હોય, પરંતુ એક નાના છોકરાથી લઈને સર્વકાલીન મહાન ખેલાડી બનવાની તેમની આ પ્રેરણાદાયી સફર ફૂટબોલ ઇતિહાસમાં સદા અમર રહેશે.
ફૂટબોલના ઇતિહાસમાં 'નંબર 10' માત્ર એક અંક નથી, પણ રમતની સર્વોચ્ચ પ્રતિભા અને નેતૃત્વનું પ્રતીક

