Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જય ગણેશમાં નાઈન જનરેશન ટોયટો 'હાઈલુકસ'નું ધમાકેદાર લોન્ચિંગ

જય ગણેશમાં નાઈન જનરેશન ટોયટો 'હાઈલુકસ'નું ધમાકેદાર લોન્ચિંગ

અબતક 1 week ago

સ્તો જયાં પૂરો થશે ત્યાં સફર શરૂ થશે

રાજકોટના 150 ફૂટ રિંગરોડ સ્થિત જય ગણેશ ટોયેટામાં નવમી જનરેશન હાયલુકસનું શાનદાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. છેલ્લા 58 વર્ષથી ગ્રાહકોના દિલમાં રાજકરનાર આ નવા મોડલમાં 14 નવી ખૂબીઓ જે કારને વધુ આકર્ષિત બનાવશે ચાર બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

ટોયેટાની હાયલુકસ કાર વિશે એવું કહેવામાં આવે છે કે જયાં રસ્તો પુરો થાય છે ત્યાં સફર શરૂ થાય છે.

9 જનરેશનમાં નવી એલઈડી લાઈટીંગ, 360 ડિગ્રી કેમેરા, નવી 18 ઈંચ એલોપ વ્હીલ, 7 એર બેગ્સ, ટોયેટો આઈ કનેકટ અને મોર પ્રિમિયન કેબિન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કાર રૂ.31.99 લાખથી રૂ. 36.69 લાખ સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે.

આ લિજેન્ડની નવી જનરેશન પોતાની મજબૂતી, ટ્રસ્ટ અને પરફોર્મન્સ માટે વર્ષોથી મજબૂતીની વાત કરીએ તો હાયલુકસ એવી રીતે બનાવવામાં આવી છે કે મુશ્કેલ રસ્તાઓ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ તે વિશ્વાસ સાથે આગળ વધી શકે છે.

પરફોર્મન્સની વાત કરીએ તો, તેમાં શક્તિશાળી 2.8 લિટર ડીઝલ એન્જિન છે, જે 204 પીએસ પાવર અને 500 એનએમ ટોર્ક આપે છે. એટલે કે રસ્તો ગમે તેટલો પડકારજનક હોય, હાઈલુકસ આગળ વધવા માટે તૈયાર છે.

ટેક્નોલોજીની વાત કરીએ તો, નવી હાઈલુકસમાં આધુનિક કનેક્ટિવિટી, સેફ્ટી અને કન્વિનિયન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે, જે આજના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

આ એવી લાઇફસ્ટાઇલ છે. હાઈલુકસ એક ગાડી કરતાં પણ વધારે છે.આ એવી લાઇફસ્ટાઇલ છે, જે એડવેન્ચર પસંદ કરતા, કંઈક અલગ કરવા માંગતા અને પોતાની આગવી ઓળખ ધરાવતા લોકો માટે છે.

ટોયેટો હાયલુકસની સફર 1968માં તેની પહેલી જનરેશનથી શરૂ થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી હાયલુકસ સતત બદલાતી રહી છે અને દરેક જનરેશન સાથે વધુ સારી અને વધુ મજબૂત બનતી ગઈ છે. 58 વર્ષથી હાયલુકસ વિશ્વભરના ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે.

આ નવી કારના લોન્ચિગ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સરકાર નિયુકત સભ્ય જયદીપભાઈ જલુ ઉપરાંત કેયુરભાઈ કાનગડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak