Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જીપીએસના ઠાગાઠૈયાએ સંરક્ષણ ક્ષેત્રને મુંઝવ્યું

જીપીએસના ઠાગાઠૈયાએ સંરક્ષણ ક્ષેત્રને મુંઝવ્યું

અબતક 4 days ago

આત્મનિર્ભર ભારત ક્યારે?

7 માંથી માત્ર 3 સેટેલાઇટ જ સક્રિય રહેતાં સ્વદેશી નાવિક સિસ્ટમ ખોરવાઈ: મિસાઇલ ગાઇડન્સ અને સેનાના સચોટ ટાર્ગેટિંગ સામે મોટો પડકાર, ઇસરો નવા ઉપગ્રહો છોડવા સજ્જ

ભારતીય સશસ્ત્ર દળોને વિદેશી નેવિગેશન પ્રણાલીઓ પર નિર્ભર ન રહેવું પડે તે માટે શરૂ કરાયેલી સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિક (આઈઆરએનએસ) હાલ ગંભીર ટેકનિકલ સંકટનો સામનો કરી રહી છે.

કોઈપણ વિસ્તારનું 3ડી સ્થાન અને સચોટ અંતર માપવા માટે ઓછામાં ઓછા 4 સેટેલાઇટના સિગ્નલ અનિવાર્ય હોય છે, ત્યારે નાવિક ના મૂળ 7 સેટેલાઇટ્સમાંથી હાલમાં માત્ર 3 સેટેલાઇટ જ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સ્થિતિએ ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ઓપરેશનલ તૈયારીઓ સામે ચિંતા ઊભી કરી છે.આયાતી એટોમિક ક્લોક્સ અને આયુષ્ય પૂરું થતાં સંકટ ઘેરાયું નાવિક સિસ્ટમ ખોરવાવા પાછળનું મુખ્ય કારણ પ્રથમ પેઢીના સેટેલાઇટ્સમાં વપરાયેલી આયાતી રૂબિડિયમ એટોમિક ઘડિયાળોમાં સર્જાયેલી ટેકનિકલ ખામી છે. સેટેલાઇટ નેવિગેશનમાં એક માઇક્રોસેક્ધડની ભૂલ પણ જમીન પર 300 મીટર જેટલો મોટો તફાવત સર્જી શકે છે. જૂના સેટેલાઇટ્સની ઘડિયાળો બંધ પડવા ઉપરાંત, 2013 થી 2016 વચ્ચે લોન્ચ કરાયેલા ઉપગ્રહોનું 10 વર્ષનું મિશન આયુષ્ય પૂર્ણ થઈ જતાં મોટાભાગના સેટેલાઇટ નિવૃત્ત થઈ ચૂક્યા છે.

હાલમાં માત્ર RNSS-1B, IRNSS-1I અને 2023માં લોન્ચ થયેલો એનવીએસ -01 જ કાર્યરત છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એ હવે દેશમાં જ સ્વદેશી રૂબિડિયમ એટોમિક ઘડિયાળો વિકસાવી લીધી છે. આગામી સમયમાં નવી પેઢીના એનવીએસ શ્રેણીના સેટેલાઇટ્સ લોન્ચ કરીને નાવિક નેટવર્કને ફરી સંપૂર્ણપણે સક્રિય કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સેટેલાઇટ નેવિગેશન કેવી રીતે કાર્ય કરે છે?

નેવિગેશન રીસીવર (જેમ કે મોબાઇલ કે મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમ) સેટેલાઇટમાંથી આવતા રેડિયો સિગ્નલ પહોંચવામાં લાગતા સમય પરથી ચોક્કસ અંતર અને સ્થાન ગણે છે.રેડિયો સિગ્નલ પ્રકાશની ગતિએ પ્રવાસ કરે છે. તેથી જો સમયમાં એક માઇક્રોસેક્ધડનો પણ તફાવત આવે તો જમીન પર સ્થાનમાં આશરે 300 મીટર જેટલી મોટી ભૂલ આવી શકે છે. આ ચોકસાઈ માટે સેટેલાઇટમાં અત્યંત સચોટ રૂબિડિયમ કે સીઝિયમ આધારિત એટોમિક ઘડિયાળો લગાવવામાં આવે છે.3-પરિમાણીય (3D) સ્પેસમાં સચોટ સ્થાન નક્કી કરવા ઓછામાં ઓછા 3 સેટેલાઇટ અને રીસીવરના આંતરિક સમયને સુધારવા 1 વધારાના સેટેલાઇટ મળીને કુલ ઓછામાં ઓછા 4 સેટેલાઇટના સિગ્નલ એકસાથે મળવા જરૂરી છે.

સેના માટે નાવિક સેટેલાઈટ કેમ 'જીવાદોરી' સમાન છે?

વિદેશી દગાખોરીથી સુરક્ષા: 1999ના કારગિલ યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને GPS ડેટા આપવાનો ઇનકાર કર્યો હતો. યુદ્ધ કે કટોકટીના સમયે અમેરિકા (જીપીએસ ) કે રશિયા (ગ્લોનાસ ) પોતાની સિસ્ટમ ગમે ત્યારે બ્લોક કરી શકે છે. સચોટ ટાર્ગેટિંગ અને ડ્રોન સંચાલન: આધુનિક યુદ્ધમાં પ્રિસિઝન-ગાઇડેડ બોમ્બ, ક્રૂઝ મિસાઇલો, ફાઇટર જેટ્સ અને ડ્રોનને દુશ્મનના ચોક્કસ ઠેકાણા પર ત્રાટકવા માટે અવિરત સિગ્નલ જરૂરી છે. જામિંગ-સ્પૂફિંગ સામે રક્ષણ: નાવિક ભારતીય દળોને સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ લશ્કરી સિગ્નલ પૂરા પાડે છે, જેને દુશ્મન દેશ સરળતાથી જામ કરી શકતો નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak