અંજારના મેઘપર કુંભરડી, વર્ષામેડી અને ગાંધીધામમાં પોલીસે દરોડા પાડી રૂા. 1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કચ્છ જિલ્લામાં ચાર સ્થળોએ પોલીસે જુગારના દરોડા પાડી 32 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં અંજારના મેઘપર કુંભારડી, વર્ષામેડી અને ગાંધીધામ શહેરના કૈલાશ નગરની ઝુપડપટ્ટી તેમજ ગુરૂકુળ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી જુગારના પટ્ટમાંથી રોકડા 1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામમાં જુગારની પ્રવૃત્તિ સામે એ ડિવીઝન પોલીસે ગળપાદર જિલ્લા જેલ પાછળ કૈલાશનગર ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લી જગ્યામાંથી છ આરોપીઓ રમેશભાઈ દેવાભાઈ પરમાર , સુરેશભાઈ નરશીભાઈ કોલી , મનોજભાઈ મશરાજી ભીલ , ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર, રાજુભાઈ મંગળાજી માજીરાણા અને જયદીપ રમેશભાઈ પરસોડા ઝડપાયા હતા. તેમની પાસેથી રૂા.11,210 રોકડા અને ગંજીપાના 52 નંગ કબજે કરવામાં આવ્યા હતા.
બીજી કાર્યવાહી ગુરુકુળ વિસ્તારના વોર્ડ નં. 10-બી/સી નજીક પંકજભાઈ દેવાભાઈ બારોટ, ભરતકુમાર મનસુખભાઈ સોલંડી, રાજુ પ્રહલાદભાઈ તુરી (બારોટ), હરેશ નટવરલાલ સોલંકી, હિતેષ શંકરભાઈ બારોટ, સંજય રમેશભાઈ તુરી, પ્રકાશ બચુભાઈ રાઠોડ, અજય પુંજાભાઈ રાઠોડ, પંકજ સાગરભાઈ સોલંકી, વલકેશ ઈશ્વરભાઈ સોલંકી,ગૌતમ મલાભાઈ બારોટ,ગિરીશ પુંજાભાઈ બારોટ અને રાહુલ દલસુખભાઈ બારોટને રોકડ રકમ 33,530 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
આ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.જે રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
મેઘપર કુંભારડી ખાતે આવેલી મેઘમાયા સોસાયટીમાં જુગાર રમતા રાજેશ કાનજીભાઈ બુચીયા,અમૃતભાઈ વજાભાઈ બારોટ,અરવિંદભાઈ મણીલાલ સીજુ,દિપક કનૈયાલાલ ભદરૂ,જુસબશા અલીશા શેખ,કાંતીલાલ શામજીભાઈ ઘુડાર,પ્રવીણભાઈ ખેતશીભાઈ ઠક્કર અને હમીરભાઈ આતુભાઈ ધેડાને ઝડપી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.71,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વર્ષામેડી ગામની સાંઈ આશિષ સોસાયટીમાં જુગાર રમતા હિરેન શશીકાન્ત જોષી,ખેતા રામજી ભીલ,પૃથ્વીરાજસિંહ ઉર્ફે કાનો નોગુભા જાડેજા,અક2મ સિધીક જીયેજા અને જીત્તેશ રણમલ અખીયાણીને ઝડપી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.38,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

