Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાશ્મીરમાં થી હરામીઓ ને વીણી વીણીને ખતમ કરવા ઓપરેશન જારી

કાશ્મીરમાં થી હરામીઓ ને વીણી વીણીને ખતમ કરવા ઓપરેશન જારી

અબતક 1 week ago

કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક અને તેના આર્થિક મદદગારો દેશના દુશ્મન હરામીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ પોતાની પકડ મજબૂત કરી છે. તાજેતરમાં જ કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં એક સાથે મોટા પાયે શોધખોળ અભિયાન (દરોડા) હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ખીણમાં સક્રિય આતંકી સંગઠનોના પ્રી-રેડિકલાઈઝેશન (યુવાનોને ભડકાવવા) અને ભરતી મોડ્યુલનો પર્દાફાશ કરવાનો છે.

કયા જિલ્લાઓમાં થઈ કાર્યવાહી? CIK ની ટીમોએ વહેલી સવારે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના સહયોગથી શ્રીનગર, અનંતનાગ, પુલવામા, કુલગામ, બડગામ અને બારામુલ્લા સહિતના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આ તમામ સ્થળો આતંકીઓના સહાનુભૂતિ ધરાવતા લોકો (Over Ground Workers – OGWs) અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ સાથે જોડાયેલા હોવાની આશંકા હતી.

ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ દરમિયાન CIK ની ટીમોએ શંકાસ્પદોના ઘરો અને ઓફિસોમાંથી સ્માર્ટફોન, લેપટોપ, સિમકાર્ડ, હાર્ડ ડિસ્ક અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી આકાઓ સાથે સતત સંપર્કમાં હતું અને સ્થાનિક યુવાનોને ગેરમાર્ગે દોરી આતંકવાદ તરફ ધકેલવાનું કામ કરતું હતું.

ટેરર ફંડિંગ પર મોટો પ્રહાર CIK ની આ કાર્યવાહી માત્ર ડિજિટલ મોડ્યુલ પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં ટેરર ફંડિંગ (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવા)ના એંગલની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ દરોડાથી આતંકી સંગઠનોની કમર તૂટી જશે અને સરહદ પારથી થતી નાણાકીય સહાય પર રોક લગાવી શકાશે.

કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે CIK અને અન્ય એજન્સીઓ આગામી દિવસોમાં પણ પોતાની તપાસ તેજ રાખશે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલમાં જપ્ત કરાયેલા સાધનોના ડેટા એનાલિસિસના આધારે વધુ કેટલાક લોકોની અટકાયત થવાની સંભાવના છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak