Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લખતર નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલા પીકઅપમાં આગ લાગતા અફડાતફડી

લખતર નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલા પીકઅપમાં આગ લાગતા અફડાતફડી

અબતક 1 week ago

સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાર સહિત નાનામોટા વાહનો સળગી ઉઠવાના બનાવો વધી રહ્યાં છે.ત્યારે લખતર તાલુકાના ઓળક ગામ નજીક આવેલ માલીકા ગામના પાટીયા પાસે બપોરના સમયે ડાંગરનો જથ્થો ભરેલ બોલેરો પીકપમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. થોડી જ ક્ષણોમાં જ ડાંગરના ગઠ્ઠાનો જથ્થો તેમજ પીકઅપ સળગી ઊઠી હતી જો કે સદનસીબે જાનહાની ટળી હતી.

જે અંગે મળતી માહિતી મુજબ હાઈવે પર રામ છાપરીથી ડાંગર ભરીને ચોટીલા તરફ જઈ રહેલ બોલેરો પીકઅપ ઓળક ગામ નજીક પહોંચતા અગમ્ય કારણોસર ડાંગરના ગઠ્ઠામાં આગ લાગતા જોત જોતામાં જ ડાંગરનો જથ્થો સળગવા લાગ્યો હતો. ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી જ્યારે વાહનને સળગતા જોઈ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં. સ્થાનિકો તેમજ ચાલક દ્વારા પીક અપમાં લાગેલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.જો કે પીકઅપ સહિત ટ્રકમાં ભરેલ ડાંગરના ગઠ્ઠાનો જથ્થો સંપૂર્ણ ખાખ થઈ જતા મોટાપાયે નુક્શાન પહોંચ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા લખતર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak