Friday, 13 Dec, 1.07 pm અબતક

હોમ
મહિનામાં એકવાર ઉપયોગ કરવાની 'ગર્ભ નિરોધક' પીલ રેડી !!!

આ દવાનો પ્રાણી ઉપર થયેલો પ્રયોગ સફળ રહ્યો: ટૂંક સમયમાં દવા બજારમાં મૂકાશે

મહિલાઓમાં અટકાવવા માટે ગર્ભનિરોધક ગોળીઓ ભારે અસરકારક કામ કરે છે. પરંતુ મહિલાઓને આ ગોળી દરરોજ લેવાનું યાદ રાખવું પડે છે. જો તેમાં એકપણ દિવસની ચૂક થઈ જાય તો ગર્ભ રહી જવાની સંભાવના વધી જાય છે. હવે દરરોજ યાદીથી દવા લેવાની કટાકુટમાંથી મહિલાઓને ટુંક સમયમાં જ મૂકિત મળી જશે. વિજ્ઞાનીકોએ ગર્ભનિરોધક દવાઓનું નવું પેકેજ શોધી લીધું છે.

જે એક કેપ્સુલમાં સમાઈ જશે નાનકડી તારા જેવા આકારનાં આ નવા આવિષ્કારમાં એવી સગવડ રાખવામાં આવી છે કે મહિનામાં એકવાર આ દવા લઈ લીધા બાદ હોજરીમાં પડયા પડયા દરરોજનું દવાનો ડોઝ આપમેળે મૂકત કરતી આ દવા તેની અસર બરાબર ચોકકસ રીતે કરશે.

આ નવી કેપ્સુલનો પ્રયગો પ્રાણીઓ પર શરૂ થય ચૂકયો છે. જોકે માનવીઓ માટે આ દવાનો પ્રયગો હજુ વર્ષો બાદ શરૂ થાય પરંતુ પ્રાણીઓ પર થયેલા પ્રયોગમાં આ નવું સોપાન બરોબર કામ કરી રહ્યું છે. ધ બીલ એન્ડ મિલીન્ડાગ ફાઉન્ડેશન દ્વારા આ આવિષ્કાર માટે ૧૩ મિલિયન ડોલરનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. મહિનામાં એકવાર જ દવા લેવાથી રોજની ગર્ભનિરોધક ગોળીઓ ખાવામાંથી મૂકિત આપતી આ દવા ખૂબજ અસરકારક માનવામા આવે છે. પિટર્સબર્ગ વિશ્ર્વ વિદ્યાલયનાં કુટુંબ નિયોજન નિષ્ણાંત બીઆર્ટીકેચૈનએ જણાવ્યું હતુ કે અમે એવી કેપ્સુલ બનાવી રહ્યા છીએ કે જે હોજરીમાં કેટલાય દિવસો, અઠવાડીયાઓ અને મહિના સુધી રહીને એક જવાર લેવાથી દરરોજ કટાકુટમાંથી છૂટકારો મળશે.

૨૧મી સદીનાં વિશ્ર્વમાં માનવજાતી માટે સંસારના સુખની સાથે સાથે વસ્તી નિયંત્રણની જવાબદારી નિષ્ઠાપૂર્વક પાલન કરવું ફરજીયાત બન્યું છે. વિશ્ર્વની દરેક સરકારો સમુદાયો હવે કુટુંબ નિયોજનની બાબતોની જાહેરમાં ચર્ચા કરવામાં સુગ અનુભવે છે.

વિશ્ર્વમાં ચીન અમેરિકા, બ્રિટન જેવા, કહેવાતા વિકસીત દેશોમાં કુટુંબ નિયોજનની પધ્ધતિઓ અને તેના આવિષ્કારોની સતત બદલતી જતી પધ્ધતિઓને ટેકનીક સમાજ સરળતાથી સ્વીકારી લે છે.

વિજ્ઞાનીકોએ દરરોજ ગર્ભનિરોધક ગોળીઓ લેવાની ચિવટ રાખનાર મહિલાઓને એક મહિના જેવા નિશ્ર્ચિત સમય ગાળા સુધી ચિંતામૂકત રહી શકે તે માટે કેપ્સુલ જેવી એક સરચના બનાવીને તેનો પ્રાણીઓ પર સફળ પ્રયોગ શ‚ કર્યો છે. આ કેપ્સુલ તેના ડોઝની માત્રા મુજબ પેટમા રહીને એક મહિના સુધી દરરોજ નિયમિત ડોઝનો સ્ત્રાવ શરીરમાં મૂકત કરી શકશે. અત્યારે તો નિયમિત ગર્ભનિરોધક ગોળી લેતી મહિલા જો એક દિવસ ગોળી લેતા ભૂલી જાય તો ગર્ભધાન થઈ જાય છે. આ નવા આવિષ્કારથી મહિલાઓને એક મહિના સુધી પિલ્સ લેવાની જ-ર નહિ રહે તેનાથી અનવોન્ટેડ પ્રેગેનન્સી નિવારી શકાશે. હજુ માનવીઓ માટે આ દવા બજરમા આવતા થોડો સમય લાગશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: AbTak
Top