Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મજબૂત વીજ માળખા સાથે ગ્રાહકલક્ષી સેવાઓને વધુ વેગ અપાશે: મંત્રી કૌશિક વેકરિયા

મજબૂત વીજ માળખા સાથે ગ્રાહકલક્ષી સેવાઓને વધુ વેગ અપાશે: મંત્રી કૌશિક વેકરિયા

અબતક 1 week ago

માધાપર અને બેડીનાકા પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીઓનું મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ

કચેરીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી વૃક્ષારોપણ પણ કર્યું

રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ.) તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં મંત્રીએરાજકોટની માધાપર અને બેડીનાકા પી.જી.વી.સી.એલ. પેટા વિભાગીય કચેરીઓનું રીબીન કટ કરીને લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું કુમકુમ તિલક કરી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે બંને કચેરીઓની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને વીજ ગ્રાહકોને વધુ સારી સેવા મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

કચેરીઓના લોકાર્પણ પ્રસંગે પરિસરને રંગોળી અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતનનો સંદેશ આપતાં મંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

રાજકોટમાં વીજ માળખાને વધુ મજબૂત બનાવવા તથા ગ્રાહકોને સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક વીજ સેવા મળી રહે તે દિશામાં પેટા વિભાગીય કચેરીઓનું મહત્વ વધશે. વિકાસ પ્રકલ્પોના લોકાર્પણથી વીજ વિભાગની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. એમ.ડી. ચુડાસમા સહિત વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak