Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોંઘવારીનો ત્રિપલ ડોઝ : પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો

મોંઘવારીનો ત્રિપલ ડોઝ : પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો

અબતક 1 week ago

સામાન્ય માણસ માટે અત્યારે 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે જે ડર હતો એ જ થયું છે. હજુ તો દૂધના ભાવ વધારાના સમાચાર શાંત નથી થયા ત્યાં પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં પણ ભડકો થયો છે. છેલ્લા બે દિવસમાં સામાન્ય જનતાને એક પછી એક ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ મોંઘું થતા તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડી છે.

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3 રૂપિયાથી વધુનો વધારો ઝીંકાયો છે. CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે…..

ભાવ વધવાના એંધાણ ગુજરાતીઓને પહેલેથી જ મળી ગયા હતા, એટલે જ છેલ્લા બે દિવસથી લોકોએ પંપ પર જઈને ગાડીઓની ટાંકીઓ ફૂલ કરાવવાનું શરૂ કરી દીધું હતું. અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ ભરાવવા માટે ભારે ભીડ અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અંદાજીત ભાવ

ગુજરાતના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.97.29 થી રૂ.97.45 અને ડીઝલનો ભાવ રૂ.92.95 થી રૂ.93.22ની વચ્ચે પહોંચી ગયો છે. જો તમે સુરતમાં રહો છો, તો ત્યાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ રૂ.98.53 અને ડીઝલનો ભાવ રૂ.94.20 થયો છે. વડોદરામાં પેટ્રોલ રૂ.97.52 અને ડીઝલ રૂ.93.20 ના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ. 97.29 અને ડીઝલનો ભાવ રૂ. 92.98 થયો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલ માટે રૂ. 98.05 અને ડીઝલ માટે રૂ. 93.72 ચૂકવવા પડશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak